ગુજરાતની ચૂંટણીમાં US રાષ્ટ્રપતિ જો બાયડેનની ચર્ચા થઇ છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો નજીક આવી રહી છે. તમામ પક્ષો ચૂંટણી પ્રચારમાં મતદારોને રિઝવવા એડી-ચોટીનું જોર લખાવી રહ્યા છે. તો ભાજપે પણ પોતાની જીતને મજબૂત કરવા માટે ધુરંધર નેતાઓને ટિકિટ આપી ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. ગુજરાતના વડોદરા જિલ્લાની માંજલપુર બેઠક પરથી ભાજપે 76 વર્ષિય યોગેશ પટેલને ટિકિટ આપી મેદાનમાં ઉતાર્યા છે. એટલું જ નહીં આટલી મોટી ઉંમર છતાં પોતાની જીત સુનિશ્ચિત કરવા તેઓ દમદાર ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે.

ભાજપે ચૂંટણીમાં 75 વર્ષ પાર કરી ચુકેલા ઉમેદવારોને ચૂંટણ ન લડાવવાની વાત કહેતી આવી છે, જોકે તેમ છતાં ભાજપે ગુજરાતમાં 76 વર્ષના યોગેશ પટેલને ટિકિટ આપી ચૂંટણી પ્રચારમાં ઉતાર્યા છે. ભાજપના ઉમેદવાર યોગેશ પટેલ વડોદરાની માંજલપુર બેઠક પરથી 8મી વાર ચૂંટણી લડી રહ્યા છે અને તેમનો દાવો છે કે, તેમનો ‘હોશ’ અને ‘જોશ’ ફરી લોકો જોઈ રહ્યા છે, ભલે તેમની ઉંમર વધુ હોય.

ઉંમરના જવાબ પર યોગેશ પટેલે આપ્યું બાઈડેનનું ઉદાહરણ
યોગેશ પટેલને પૂછાયું કે, તેમના પોતાની શરતોમાં બાંધછોડ કરી 76 વર્ષના ઉમેદવારને મેદાનમાં ઉતારવા માટે પક્ષને કેમ મજબુર કરવામાં આવ્યા ? તો તેમણે કહ્યું કે, જો અમેરિકાના રાષ્ટ્રપતિ બાયડેન 80 વર્ષની ઉંમરે અમેરિકાના રાષ્ટ્રપતિ બની દેશ સંભાળી શકે છે તો હું પણ ચૂંટણી લડી શકું ?
READ ALSO
- અનોખો કિસ્સો: પોપટે એવુ કારનામુ કર્યુ કે માલિકને થઈ ગઈ જેલ
- સરકારે રાતોરાત જંત્રીના ભાવ વધારી દેતા બિલ્ડરો મૂંઝવણમાં મુકાયા, સરકાર સમક્ષ કરી આ માંગ
- IPL 2023 પહેલા ધોની અને ક્રિસ ગેલ વચ્ચે મુલાકાત થઈ, શેર કરી તસવીર
- જંત્રીનો રેટ બમણો થતા બિલ્ડર્સમાં ચિંતા, ક્રેડાઈના સભ્યો સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે કરશે મુલાકાત
- વનપ્લસ પેડમાં હશે મેગ્નેટિક કીબોર્ડની સુવિધા, જાણો તેની કિંમત કેટલી છે