ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં બનાસકાંઠા જિલ્લાની દાંત બેઠકના ભાજપના ઉમેદવાર લાધુ પારઘીએ કહ્યું કે, હું જીત્યા પછી ખોળામાં નહિ ટોપલામાં ખુલ્લેઆમ દારૂ વેંચાવીશ. જોકે તેમના આ નિવેદનનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. ત્યારે આ અંગે કોંગ્રેસનાં ઉમેદવાર કાંતિ ખરાડીએ જણાવ્યું હતું કે, આ ગાંધીનું ગુજરાત છે અને ગાંધીના ગુજરાતમાં વર્ષોથી દારૂબંધી છે. ત્યારે સામેવાળા ઉમેદવારને જે બોલવું હોય તે બોલવા દો. હું કોંગ્રેસનો ઉમેદવાર છું અમે કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયેલા છીએ. તેમજ ભાજપ નેતા એલ.કે.બારડે જણાવ્યું હતું કે, ભાજપનો ઉમેદવાર આદિવાસી છે, ત્યારે સ્વભાવિક છે કે, ખાતા અને પીતા પણ હોય છે. પણ લાધુભાઈ ભગત માણસ છે. તે કાંઈ ખાતા કે પીતા નથી.
READ ALSO
- કચ્છના રણમાં 7 થી 9 ફેબ્રુઆરી દરમિયાન G-20 પ્રવાસન કાર્યકારી જૂથની પ્રથમ બેઠક યોજાશે
- આ 6 પ્રકારની સમસ્યા આપી શકે છે હાર્ટએટેકને આમંત્રણ, જાણો હાર્ટએટેકથી બચવાના ઉપાય
- હત્યાનો ચોંકાવનારો કેસ / પત્નીએ પ્રેમી સાથે મળી પતિને જીવતો સળગાવી દીધો
- 34 પ્રકારના કેન્સરને નોતરે છે આ ફૂડ આઈટમ, જો તમે પણ ખાતા હોય તો ચેતી જજો
- બનાસકાંઠા / ડિસામાં વધુ એક શૌચાલય કૌભાંડ, 8.76 લાખની ગેરરીતિ આચરી હોવાની ફરિયાદ નોંધાઇ