GSTV

UP ELECTION/ ભારતીય જનતા પાર્ટીએ પ્રથમ અને બીજા તબક્કા માટે ઉમેદવારોની યાદી કરી જાહેર, ગોરખપુરથી લડશે યોગી આદિત્યનાથ

Last Updated on January 15, 2022 by Pravin Makwana

યુપી પ્રદેશની વિધાનસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ આજે પ્રથમ અને બીજા તબક્કા માટેના ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. આ જાહેરાત ધર્મેન્દ્ર પ્રધાને કરી હતી.જે અંતર્ગત યોગી આદિત્યનાથ ગોરખપુરથી આગામી ઉમેદવાર જાહેર કરવામા આવ્યા છે. આ સાથે જ કેશવ પ્રસાદ મોર્યની સીટ પણ જાહેર કરવામાં આવી છે.

ભાજપે ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીના પ્રથમ અને બીજા તબક્કા માટે 107 ઉમેદવારની યાદી જાહેર કરવામાં આવી છે. જેમા 21 નવા ચહેરાને ટિકિટ આપવામાં આવી છે. કેન્દ્રીય પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને પ્રેસ કોન્ફરન્સ સંબોધતા જણાવ્યુ કે, ગોરખપુરથી સીએમ યોગી આદિત્યનાથ ચૂંટણી લડશે. નાયબ મુખ્યપ્રધાન કેશવ પ્રસાદ મૌર્ય સિરાથુ બેઠક પરથી ચૂંટણી લડશે. ભાજપે પહેલા તબક્કા માટે 58માંથી 57 અને બીજા તબક્કામાં 55માંથી 48 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. બાકીના ઉમેદવારના નામ વિચાર-વિમર્શ બાદ જાહેર કરવામાં આવશે. ભાજપે સાહિબાબાદથી સુનીલ શર્માને ટિકિટ આપી છે. નોઈડાથી ભાજપે ફરીવાર પંકજ સિંહ, લોનીથી નંદકિશોર ગુર્જર, ગાજિયાબાદથી અતુલ ગર્ગ, જેવરથી ધીરેન્દ્ર સિંહ, અતરૌલીથી સંદીપસિંહ અને મથુરાથી શ્રીકાંત શર્માને ટિકિટ આપી છે.

જોઈ લો આ રહી યાદી

  • શામલીથી તજેન્દ્ર સિંહ નિરવાલ
  • બુઢાણાથી ઉમેશ મલિક
  • ચારથાવલથી સપના કશ્યપ
  • પૂરકાજીથી પ્રમોદ ઓટવાલ
  • કપિલ દેવ અગ્રવાલ મુઝફ્ફરનગરથી
  • ખતૌલીથી વિક્રમ સૈની
  • મીરાપુરથી પ્રશાંત ગુર્જર
  • સિવલખાસથી મનેન્દ્ર પાલ સિંહ
  • સરદનાથી સંગીત સોમ
  • હસ્તિનાપુરથી દિનેશ ખટીક
  • મેરઠ કેન્ટમાં અમિત અગ્રવાલ
  • કિઠોરથી સત્યવીર ત્યાગી
  • મેરઠથી કમલદત શર્મા
  • મેરઠ દક્ષિણથી સોમેન્દર તોમર
  • છપૌલીથી સહેન્દ્ર સિંહ રામલા
  • બડોતથી કે.પી.સિંહ મલિક
  • બાગપતથી યોગેશ ધામ
  • લોનીથી નંદકિશોર ગુર્જર
  • મુરાદનગરથી અજીત પાલ ત્યાગી
  • સાહિબાબાદથી સુનીલ શર્મા

આ ઉપરાંત કેશવ પ્રસાદ મૌર્ય પ્રયાગરાજની શિરાથુ સિટ પરથી ચૂંટણી લડશે, તેમના નામની પણ જાહેરાત કરવામાં આવી છે.

જણાવી દઈએ કે,આ અગાઉ સપાએ 29, બસપાએ 53 અને કોંગ્રેસે 125 ઉમેદવારોનું પ્રથમ લિસ્ટ જાહેર કરી દીધું છે.

UPમાં સાત તબક્કામાં ચૂંટણી

403 વિધાનસભા સીટો વાળા યુપીમાં 10 ફેબ્રુઆરીથી 7 તબક્કામાં વિધાનસભાની ચૂંટણી થશે. અંતિમ તબક્કા માટેનું મતદાન 7 માર્ચે થશે. પ્રથમ તબક્કા અંતર્ગત 10 ફેબ્રુઆરીનું વોટીંગ થશે. બીજા તબક્કાનું 14 ફેબ્રુઆરી, ત્રીજા તબક્કાનું 20 ફેબ્રુઆરી, ચોથા તબક્કાનું મતદાન 23 ફેબ્રુઆરીએ, પાંચ તબક્કાનું મતદાન 27 ફેબ્રુઆરીએ, છઠ્ઠા તબક્કાનું મતદાન 3 માર્ચે, 7 માં તબક્કાનું મતદાન 7 માર્ચે પુરૂ થશે. યુપીમાં ચૂંટણી પરિણામ 10 માર્ચે જાહેર કરવાામં આવશે. ઉત્તર પ્રદેશ વિધાનસભાનો કાર્યકાળશ 14 મે 2022ના રોજ પુરો થઈ રહ્યો છે. ત્યારે આવા સમયે 14 મે પહેલા કોઈ પણ સંજોગોમાં વિધાનસભા ચૂંટણી અને નવી સરકારની રચના કરવી પડશે.

READ ALSO

Related posts

ચીન અને પાકિસ્તાનની હવે ખેર નહીં / એપ્રિલથી ઓપરેશનલ થશે S-400 સિસ્ટમ, ડ્રેગનની હરકતનો આપશે જડબાતોડ જવાબ

GSTV Web Desk

ભારતની સંરક્ષણ ક્ષેત્રે મોટી સિધ્ધિ, S-400 મિસાઈલ સાથે સરહદોની રખેવાળી બની મજબૂત

GSTV Web Desk

મોટા સમાચાર / રજનીકાંતની દીકરી એશ્વર્યા અને ધનુષ થયા અલગ, 18 વર્ષ જૂના સંબંધોનો આવ્યો અંત

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!