GSTV
Home » News » હાર-જીત તો હજુ દુર, ઉમેદવારીનું ફોર્મ ભરવા પણ રંગે-ચંગે જાય છે નેતાઓ

હાર-જીત તો હજુ દુર, ઉમેદવારીનું ફોર્મ ભરવા પણ રંગે-ચંગે જાય છે નેતાઓ

નવસારી લોકસભા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર સીઆર પાટીલે વિશાળ રેલી કાઢીને જિલ્લા મુખ્ય મથકે ચૂંટણી અધિકારી સમક્ષ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. સીઆર પાટિલ બે ટર્મથી નવસારી બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા છે. અને હવે આ ત્રીજી વખત લોકસભા માટે ઉમેદવારી ફોર્મ ભર્યું. ઉમેદવારી ફોર્મ ભરવા જતાં પહેલા તેમણે નવસારીના લુંસીકુઇ વિસ્તારમાં પોતાના મધ્યસ્થ કાર્યાલયને ખુલ્લુ મુક્યો હતું.

અને અહીંથી જ ભાજપના કાર્યકરો તેમના સમર્થકો સાથે વિશાળ રેલી કાઢી હતી. જેમાં ખાસ કરીને ઘેરૈયાઓ, મહારાષ્ટ્રનુ ઢોલ બેંડ અને લાકડા પર ચાલનારા કલાકારો આકર્ષણનુ કેન્દ્ર રહ્યા હતા. તેમની સાથે પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમાર, વન અને પર્યાવરણ પ્રધાન ગણપત વસાવા, નવસારીમાં કોળી ઉમેદવારની માંગણી કરનારા અને જલાલપોરના ધારાસભ્ય આર.સી.પટેલ તથા પૂર્વ પ્રધાન મંગુ પટેલ જોડાયા હતા. સી.આર.પાટીલના સમર્થનમાં જલાલપોરના ધારાસભ્ય આરસી પટેલે ડમી ફોર્મ ભર્યું હતું.

READ ALSO

Related posts

ગુજરાતમાં મેઘ મહેર પરંતુ રાજ્યનાં આ શહેરમાં દીવાળી ટાણે પાણીની અછત સર્જાઈ

pratik shah

રિતેશ પણ હતો વિદ્યા બાલનનો દીવાનો હે બેબીના સેટ આ રીતે કહ્યું હતું આઈ લવ યુ…

Dharika Jansari

દિવાળીમાં મહેમાનોના સ્વાગત માટે 5 જ મિનિટમાં બનાવો પાન મુખવાસ, કોઇપણ જાતના પ્રિઝર્વેટિવ્સ વગર

NIsha Patel
Do NOT follow this link or you will be banned from the site!