GSTV
Ahmedabad Gujarat Election 2022 ગુજરાત ટોપ સ્ટોરી

Gujarat Election / શું ઘાટલોડીયા બેઠક પરથી ફરીથી ભુપેન્દ્ર પટેલ ચૂંટણી જીતશે કે કોંગ્રેસના અમીબેન યાજ્ઞિક બાજી મારી જશે?

ગુજરાતની વર્તમાન વિધાનસભા ચૂંટણીમાં ત્રીજા પક્ષ અને વીવીઆઈપી સીટોની ખૂબ ચર્ચા થઈ રહી છે. આવી એક સીટ એટલે ઘાટલોડીયાની વિધાનસભા સીટ. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આ સીટ ઉપરથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે ત્યારે સવાલ એ થાય છે કે શું ફરીથી વધુ એક વખત ભુપેન્દ્ર પટેલ આ સીટ ઉપરથી જીતી શકશે ખરા?

રાજ્યને જે સીટ ઉપરથી બે બે મુખ્યમંત્રી મળ્યા છે એ સીટ ઉપર હાલમાં દરેકની નજર છે.  આ સીટ કોણ જીતશે એ બાબત સૌથી વધારે ચર્ચાસ્પદ બની રહી છે. વર્ષ 2017 માં ભુપેન્દ્ર પટેલે કોંગ્રેસના શશીકાંત ભુરાભાઈ ને એક લાખ સતર હજાર મતોથી હરાવ્યાં હતા. અને ત્યારબાદ ભુપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી તરીકે પસંદ થયા હતા. છેલ્લા એક વર્ષનું મુખ્યમંત્રીનું શાસન જોતા ભારતીય જનતા પાર્ટીએ વધુ એક વખત ભુપેન્દ્ર પટેલને આ સીટ ઉપરથી જ ચૂંટણી લડાવવાનું નક્કી કર્યું અને ઘાટલોડીયા સીટ ઉપરથી જ મેદાનમાં ઉતાર્યા.

કોંગ્રેસ ઉમેદવાર અમીબેન યાજ્ઞિક

આ વખતે કોંગ્રેસ દ્વારા અમીબેન યાજ્ઞિકને ઘાટલોડિયા સીટ ઉપરથી ચૂંટણી લડવા માટે ઉતારવામાં આવ્યા છે અને આમ આદમી પાર્ટીએ વિજય પટેલને તક આપી છે ત્યારે હવે મુકાબલો ભારે ટક્કર નો બની ગયો છે આથી કોણ જીતશે તે રાજકીય વિશ્લેષકો માટે પણ કહેવું મુશ્કેલ છે. આ ઘાટલોડીયા સીટ બે સીએમ આપ્યા બાદ હાઇ પ્રોફાઈલ સીટ બની ગઈ છે ત્યારે આ સીટ ઉપરથી કોણ જીતે છે તે સૌથી મહત્વનું છે.

READ ALSO

Related posts

ભારતીય મૂળના અજય બાગા વર્લ્ડ બેન્કના પ્રેસિડન્ટ પદ માટે એકમાત્ર ઉમેદવાર: વર્લ્ડ બેન્ક

GSTV Web News Desk

બેઠક બાદ ગૃહમંત્રી સંઘવીનું મહત્વનું નિવેદન / શોભાયાત્રામાં પથ્થર ફેંકનારા વિરુદ્ધ ભવિષ્યમાં ક્યારેય પથ્થર તરફ જોશે નહિ તેવા કડક પગલાં ભરાશે

Hardik Hingu

US કોન્સ્યુલેટ જનરલ મુંબઈ અને થિયેટર પ્રોજેક્ટસ એલએલપીએ NMACCના ઉદ્ધાટન પૂર્વે યોજ્યું રિસેપ્શન, જિયો વર્લ્ડ સેન્ટરના ઈન્ટરનેશનલ સહયોગને વધાવ્યો

GSTV Web News Desk
GSTV