GSTV
Gujarat Government Advertisement

નવો ઈતિહાસ/ ભાજપના આ મહિલા ઉમેદવાર પાસે સંપત્તિમાં એક ઝૂંપડી અને 3 બકરીઓ, આખા દેશનું ધ્યાન ખેંચાયું

Last Updated on May 3, 2021 by Damini Patel

પશ્ચિમ બંગાળમાં જંગી બહુમતી સાથે મમતા બેનરજીની સત્તા પર વાપસી થઈ છે. આમ છતાં તમામ વિજયી ઉમેદવારોની વચ્ચે ભાજપની એક મહિલા ઉમેદવારની જીતની ચારે તરફ ચર્ચા છે.

ભાજપના ઉમેદવારની ચર્ચા

આખા દેશનું ધ્યાન આ ઉમેદવાર તરફ ખેંચાયુ છે. ભાજપના ચંદના બાઉરી નામના ઉમેદવારે સાલતોરા બેઠક પરથી જીત મેળવી છે. તે અત્યંત ગરીબ પરિવારમાંથી આવે છે. સંપત્તિના નામ પર તેની પાસે માત્ર એક ઝુંપડી અને થોડા ઘણા પૈસા છે. તેની પાસે અત્યાર સુધીની કમાણી 31,000 રુપિયા છે. ભાજપના નેતા સુનીલ દેવધરે ચંદના અંગે સોશિયલ મીડિયા પર જાણકારી આપતા કહ્યું હતું કે, ચંદના અનુસૂચિત જાતિમાંથી આવે છે. એક મજૂરની પત્ની છે અને પ્રોપર્ટીના નામ પર ત્રણ ગાય, ત્રણ બકરીઓ છે. તે એક ઝૂપડામાં જ રહે છે.

મિલ્કતમાં માત્ર કુલ 6,335 રૂપિયા

ચૂંટણીનું ફોર્મ ભરતી વખતે તેણે જાહેર કરેલી મિલકતમાં 6,335 રુપિયા રોકડા છે. બધુ થઈને તેની પ્રોપર્ટી 31,000 રુપિયા થવા જાય છે. તેના ઘરમાં ટોયલેટ પણ નથી. પાર્ટી માટે તે એટલી હદે સમર્પિત છે કે પ્રચાર દરમિયાન પણ તે રોજ કમળની પ્રિન્ટવાળી ભગવા સાડી પહેરીને જ નિકળતી હતી. ચંદનાના પતિ મજૂરી કરે છે અને રોજ કમાઈને રોજ ખાનારા છે. ભાજપે ચંદનાને ટિકિટ આપી હતી અને મતદારોએ તેને વિધાનસભામાં ચૂંટીને મોકલીને નવો ઈતિહાસ સર્જયો છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

ભારતમાં રસીના બંને ડોઝ વચ્ચેનું અંતર વધાર્યું તો બ્રિટને ઘટાડ્યું, હવે આટલા અઠવાડિયા પછી લાગશે બીજો ડોઝ

Bansari

દમનકારી નીતિ: હડતાળ પર ઉતરેલા ડોક્ટરોને હાજર થવા કલેક્ટરે નોટિસ આપી, જો હાજર નહીં થયા તો આ એક્ટ હેઠળ કરશે કાર્યવાહી

Pravin Makwana

ઈન્કમ ટેક્સ રીટર્નમાં ધાંધિયા/ આ યુટિલિટી બહાર ન પડતાં વેપારીઓ કંટાળ્યા, સમયસર નહીં ભરાય રિટર્ન

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!