GSTV
Home » News » ભાજપના 3 દિવસ સુધીના કાર્યક્રમો થયા છે રદ, વાઘાણીએ કર્યો છે આ ખુલાસો

ભાજપના 3 દિવસ સુધીના કાર્યક્રમો થયા છે રદ, વાઘાણીએ કર્યો છે આ ખુલાસો

ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું છે કે તા. ૯,૧૦,૧૧ ( શનિ,રવિ, સોમ) નવેમ્બરનાં રોજ ભારતીય જનતા પાર્ટીઁનાં તમામ કાર્યક્રમો મોકૂફ રાખવામાં આવે છે. ભાજપનાં જીલ્લાવાર સ્નેહમિલનો , સંગઠન મંડલની રચના અને અન્ય તમામ કાર્યક્રમો કાલથી ત્રણ દીવસ માટે મોકૂફ રાખવામાં આવશે.

વાઘાણીએ ભાજપનાં તમામ કાર્યકર્તાઓને અપીલ કરતાં જણાવ્યું હતું કે રામમંદીર માટે સુપ્રિમ કોર્ટનો જે પણ ચુકાદો આવશે તેને સ્વીકારવાનો રહેશે. ભાજપ ન્યાયતંત્રમાં વિશ્વાસ ધરાવે છે.વર્ષો પછી રાહ જોયાં પછી રામજન્મભૂમિ ચુકાદો આવી રહ્યો છે ત્યારે ગુજરાતમાં સૌહાર્દપૂર્ણ, સદભાવનાપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે તે માટે પોતાનો સહયોગ આપે. ગુજરાતમાં સૌનો સાથ, સૌનો વિશ્વાસ સાથે એકતા, સમરસતાનાં વાતાવરણને જાળવવાં સહભાગી બનીએ. . ગુજરાતે હમેશાં શાંતિ, એકતા,વિકાસની સાથે રહ્યું છે અને રહેશે.

READ ALSO

Related posts

અમદાવાદના ચકચારી હિટ એન઼્ડ રન કેસમાં આજે આવી શકે છે ચુકાદો

Nilesh Jethva

જુઓ આ વીડિયો, મોદીએ અમિત શાહની ખોલી દીધી પોલ, 25 વર્ષ પહેલાં….

Karan

આ કારણે સિદ્ધાર્થ અને અસીમ રિયાઝ લડી રહ્યાં છે, વિંદૂ દારા સિંહે જણાવ્યું કારણ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!