GSTV
Home » News » 3 લોકસભા બેઠક પર ભાજપના કદાવર નેતાઓ પણ નથી નક્કી કરી શક્યા ઉમેદવાર, આ છે કારણો

3 લોકસભા બેઠક પર ભાજપના કદાવર નેતાઓ પણ નથી નક્કી કરી શક્યા ઉમેદવાર, આ છે કારણો

asha patel bjp

ભાજપ માટે 3 લોકસભા બેઠકને લઇને અસમંજસભરી સ્થિતી છે. જેમાં અમદાવાદ પૂર્વ મહેસાણા અને સુરત બેઠક પર ભાજપે હજુ સુધી પોતાના ઉમેદવાર જાહેર નથી કર્યા. આ ત્રણ બેઠક પર ભાજપ મુંજવણમાં છે કે કોને ટીકીટ આપવાથી ફાયદો થાય. કારણ કે ત્રણ પૈકીની એક બેઠક પર પાટીદારની નારાજગીનો ભોગ બનવું પડે. તો અન્ય ૨ બેઠક પર અન્યની દાવેદારીના કારણે ભાજપ મથામણ કરી રહ્યું છે કે કોને ટીકીટ આપવાથી જીત મળે. અમદાવાદ પૂર્વ બેઠક પર પાટીદાર અને બ્રામ્હણ ઉમેદવારની દાવેદારીને લઈને મામલો ગુંચવાયેલો છે. તો મહેસાણા બેઠક પર આશા પટેલને લઇને સ્થાનિક ભાજપના નેતાઓ નારાજ છે. તો સુરત બેઠક પર આયાતી ઉમેદવાર માટે પાર્ટી વિચારણા કરી રહી છે પરંતુ સ્થાનિક અને પ્રદેશ નેતાગીરી કહી રહી છે કે સુરતના સ્થાનિક નેતાને ચુંટણી લડવા માટે મેદાને ઉતારવામાં આવે તો બીજી તરફ વર્તમાન સાંસદ પણ પોતાને વધુ એક વખત ટીકીટ આપવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.

ભાજપ પણ અહીં ફસાઈ

આશાબેન પટેલ ને ભાજપ માંથી ટિકિટ આપવામાં આવશે તેવું કમિટમેન્ટ અપાયું હતું. જેથી આશાબેન પટેલ ભાજપમાં આવ્યા હતા જ્યારે હાલ માં મહેસાણા લોકસભા સીટ પર કોંગ્રેસ ના 84 પાટીદાર સમાજના ફાઉન્ડર એ.જે પટેલ ને ટિકિટ આપવામાં આવી છે જેની સામે ભાજપ ને પણ 84 પાટીદાર સમાજ નું કાર્ડ ભાર મૂકવું પડશે અને જો 84 પાટીદાર સમાજ ન મુકવામાં આવે તો મહેસાણાના બે દિગ્જ નેતાનું નાક આડકતરી રીતે કપાઈ જાય તેમ છે જેમાં અમિત શાહ અને પી.એમ નરેન્દ્ર મોદી નો સમાવેશ થાય છે બીજી તરફ ભાજપ હાઇકમાન્ડ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને ચૂંટણી લડાવવા મથામણ કરી રહ્યા છે પરંતુ નીતિન પટેલ ડેપ્યુટી સી.એમ પદ છોડવા તૈયાર નથી।

Deputy CM Nitin Patel

મહેસાણા માટે ભાજપ પાસે છે આ વિકલ્પ

આજે સમી સાંજ સુધીમાં નીતિન ભાઈ પટેલને મનાવવામાં આવશે તેવા એધાણ છે. જેમાં નીતિન ભાઈ પટેલ નહીં માને તેવું સૂત્રો જણાવી રહ્યા છે. જે જોતાં મહેસાણા ભાજપ પાસે હવે જયશ્રીબેન પટેલને ત્રીજી વખત રિપીટ કરવા પડશે કે પછી રજનીભાઇ પટેલ અને હાલમાં નવા ચેહરામાં નામ બહાર આવ્યું છે તેવા ભાજપ ના ડોક્ટર સેલના ડો અનિલ ભાઈ પટેલનું નામ મોખરાનું છે. આ 3 ઉમેદવાર સિવાય કાંતિભાઈ પટેલ આર.એસ.એસની લોબીમાં પોતાની ટિકિટ મહેસાણા માટે લાવે તેવા એધાણ પણ છે. જોકે એ.જે.પટેલ સામે કાંતિભાઈ પટેલનું વર્ચસ્વ સારું હોવાથી કાંટાની ટક્કર મહેસાણા લોકસભામાં થાય જ્યારે ઉંઝા વિધાનસભામાં ધારાસભ્ય આશા પટેલ અને પૂર્વ ધારાસભ્ય નારણ લલ્લુ ભાઈ પટેલ વચ્ચે રાજકીય જંગ હાલમાં ચાર્મ સીમા એ છે જે પગલે નારાયણ ભાઈ પટેલ 53 વર્ષ ભાજપ સાથે જોડાયેલા હોવાથી આશાબેન પટેલ ને કે પછી નારાયણ પટેલને ટિકિટ આપવાના મુદ્દે હાલમાં મામલો ગૂંચાયો છે જેમાં આશાબેન પટેલ મેદાન મારશે તેવા એંધાણ છે જ્યારે ઉંઝા વિધાનસભામાં હજુ કોંગ્રેસનો ઉમેદવાર પણ જાહેર થયો નથી.

Related posts

એસ.જયશંકરે વિદેશ પ્રધાનનો કાર્યભાર સંભાળતા જણાવી આ મહત્તવની વાતો

Karan

લોકસભાની ચૂંટણીમાં ભાજપનો જંગી વિજય બાદ વિપક્ષમાં સામે આવ્યો મતભેદ, રાજીનામાનો ટ્રેન્ડ ચાલુ

Karan

મેનકા અપાવશે જેઠાણી સોનિયા ગાંધીને શપથ? બની શકે છે પ્રોટેમ સ્પીકર

Karan
Do NOT follow this link or you will be banned from the site!