GSTV

બોર્ડર સિક્યોરિટી ફોર્સને રાજસ્થાનના સરહદી વિસ્તારમાં કેમ છે ચિંતા

Last Updated on June 25, 2019 by Mayur Vora

બોર્ડર સિક્યોરિટી ફોર્સે રાજસ્થાનના સરહદી વિસ્તારમાં વધી રહેલી મુસ્લિમ જનસંખ્યા પર ચિંતા વ્યક્ત કરી છે. તાજેતરમાં બીએસએફ દ્વારા જેસલમેર જિલ્લાનો સર્વે કર્યો હતો. આ સર્વેમાં ચોકાવનારી માહિતી સામે આવી છે. સર્વેમાં કહેવામાં આવ્યુ છે કે, પાકિસ્તાન બોર્ડર પાસે મુસ્લિમ વસ્તીમાં સતત વધારો થઈ રહ્યો છે. આ મામલાને લઈને કેન્દ્રીય ગૃહ મંત્રાલયને પણ જાણકારી આપવામાં આવી છે.

બીએસએફ દ્વારા કરાવવામાં આવેલા સર્વેમાં સામે આવ્યુ કે, સરહદ પર વસતા મુસ્લિમ સમુદાયના લોકોની હેર સ્ટાઈલ અને પહેરવેશમાંથી રાજસ્થાની કલ્ચર ગાયબ થઈ ગયુ છે. એક અંદાજે જેસલમેર બોર્ડર પર મુસ્લિમ સમુદાયની જનસંખ્યા 22 ટકા વધી છે. જોકે, બીએસએફને સર્વેમાં કોઈ શંકાસ્પદ ગતિવિધિની માહિતી મળી નથી.

Related posts

કોંગ્રેસ વિધાનસભા પક્ષની બેઠકમાં 2 ઠરાવો પસાર, સોનિયા ગાંધી પંજાબના નવા મુખ્યમંત્રીની કરશે પસંદગી

Vishvesh Dave

ટેરર એલર્ટ / મુંબઈ પર છવાયો ફરી આતંકી હુમલાનો ખૌફ, શંકાસ્પદ આતંકીએ પૂછપરછમાં આપી ચોંકાવનારી માહિતી

Pritesh Mehta

રાજીનામા બાદ કેપ્ટનનું મોટું નિવેદન : નવજોત સિંહ સિદ્ધુ પાકિસ્તાનના પીએમ ઇમરાન અને આર્મી ચીફ બાજવાના મિત્ર, તે દેશની સુરક્ષા માટે નથી ઠીક

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!