GSTV

બિહારમાં ફ્રીમાં વેક્સીન આપવાનું વચન આપીને ભરાઈ ગઈ ભાજપ, સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થયું #vaccineelectionism હૈશટેગ

બિહાર વિધાનસભાની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ પોતાનો ચૂંટણી ઢંઢેરો રજૂ કર્યો છે. પાર્ટીએ ગુરૂવારના રોજ મેનીફેસ્ટો જાહેર કર્યો છે. જો કે, પોતાના આ ચૂંટણી ઢંઢેરામાં કરેલા એક વાયદાને લઈ ભારતીય જનતા પાર્ટી ચારેતરફથી ઘેરાઈ ગઈ છે. પાર્ટીએ અહીં ઉતાવળમાં આવીને મોટા મોટા વાયદા કરી દીધા છે. જે અંતર્ગત પાર્ટીએ કહ્યુ છે કે, જો બિહારમાં તેમની સરકાર આવશે તો, મફતમાં કોરોના વાયરસની વેક્સીન આપવામાં આવશે. ત્યારે હવે વિપક્ષે આ કોરોના વેક્સીન પર રાજકીય એજન્ડા થોપવાનો આરોપ લગાવ્યો છે. પાર્ટીનો મેનીફેસ્ટો જાહેર કરતા કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણે કહ્યુ હતું કે, જેવુ કોરોના વૈક્સીનનું ઉત્પાદન મોટા પાયે શરૂ થશે, બિહારમાં દરેક લોકોને ફ્રીમાં વૈક્સીન આપવામાં આવશે. અમારા ચૂંટણી મેનિફેસ્ટોમાં આ પ્રથમ વચન છે.

ભારત સહિત દુનિયાભરમાં કોરોના વાયરસની વૈકસીન શોધવાનું કામ ચાલી રહ્યુ છે. જો કે, આવુ પહેલી વાર બન્યુ છે કે, હજૂ તો કોરોનાની વૈક્સીન આવી પણ નથી અને રાજકીય પાર્ટીઓ મોટા ઉપાડે પોતાના મનિફેસ્ટોને તેને સામેલ કરી રહી છે. જો કે, આ બાબતને લઈને હવે તો ભાજપ પણ ભરાઈ ગયુ છે. વિપક્ષી પાર્ટીઓ સહિત હવે મોટી સંખ્યા લોકો પણ ભાજપની ધૂળ કાઢી રહ્યા છે.

અરવિંદ કેજરીવાલે આના પર ટ્વીટ કરતા કહ્યુ હતું કે, બિન ભાજપ શાસિત રાજ્યોનું શું, શું જે ભારતીય નાગરિકોએ ભાજપને વોટ નથી આપ્યો તેમને નહીં મળે, શું તેમને મફતમાં વૈક્સીન નહીં આપવામાં આવે ?

ત્યારે આ બાબતને લઈને કેન્દ્રીય સ્વાસ્થ્ય રાજ્ય મંત્રી અશ્વિની ચૌબેને જવાબ આપવો ભારે પડ્યો હતો. તેમણે કહ્યુ હતું કે, કોરોના વૈક્સીન સમગ્ર દુનિયામાં તૈયાર થઈ રહી છે. જ્યારે તે બની જશે, ત્યારે તમામ લોકોને સરખી રીતે વહેંચવામાં આવશે. જેના માટે અમે એક પ્લાન પણ બનાવ્યો છે. પ્રાથમિકતા અનુસાર લોકોને આપવામાં આવશે, દરેક રાજ્યને મફતમાં કોરોનાની વૈક્સીન આપવામાં આવશે.

ત્યારે હવે આ બાબતને લઈને સોશિયલ મીડિયા પર એક્ટીવ થઈ ગયુ છે. સોશિયલ મીડિયા પર લોકોએ #vaccineelectionism હૈશટેગ શરૂ કર્યુ છે. કોંગ્રેસ નેતા જયવીર શેરગીલે ટ્વીટ કરતા કહ્યુ છે કે, ભાજપ એક જ એવી રાજકીય પાર્ટી છે, જેને લાગે છે કે, કોરોના વૈકસીન લોકોનો જીવ બચાવવા અને તેમના અધિકારોને બદલે ચૂંટણી માટેનો લોલીપોપ લાગે છે. આ લોકોનો અધિકાર છે. કોઈ શરતી લાભ નથી. કોરોનાની સાથે સાથે ભાજપની માનસિકતાનો પણ ઈલાજ કરવાની જરૂર છે.

નેશનલ કોન્ફ્રેન્સના નેતા ઉમર અબ્દુલાએ ટ્વીટ કરી કહ્યુ છે કે, શું ભાજપ વૈક્સીન બનાવવા માટે પોતાના ખજાનામાંથી પૈસા આપવાની છે ? જો તે સરકારી ખજાનામાંથી બનવાની છે, તો પછી એકલા બિહારને જ કેમ, બાકીના રાજ્યોને શા માટે નહીં.

આપને જણાવી દઈએ કે, ભારતીય જનતા પાર્ટીએ હજૂ સુધી આ બાબતે કોઈ સફાઈ આપવાનું વિચારતી નથી. ખુદ વડાપ્રધાન મોદીએ પણ વૈક્સીન સ્ટોરેજ અને વિતરણને લઈને અનેક બેઠકોમાં ભાગ લીધો છે.

READ ALSO

Related posts

પીએમની મુલાકાત બાદ સીરમ ઈન્સ્ટીટ્યૂટના સીઈઓનું મોટુ નિવેદન, કોવિશીલ્ડના ઇમરજન્સી ઉપયોગ માટે વહેલી તકે શરૂ થશે પ્રક્રિયા

Nilesh Jethva

VIRAL VIDEO/ લગ્નમાં આવેલી મહિલાએ વરરાજાને ભેટમાં આપી AK-47 એસોલ્ટ રાઈફલ

Pravin Makwana

કેન્દ્ર સરકાર કાયદામાં કરશે ફેરફાર/ વાહનોના રજીસ્ટ્રેશનમાં હવે સામેલ થશે વારસદારનું પણ નામ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!