રાજ્યના 6 મહાનગરપાલિકાઓની ચૂંટણીના પરિણામોનું ચિત્ર ધીમે ધીમે સ્પષ્ટ થઈ રહ્યું છે. રાજ્યની તમામ 6 મહાનગર પાલિકામાં ભાજપનો ભગવો લહેરાતો હોય તેવું ચિત્ર બની ગયું છે. જેમાં જામનગરમાં 64માંથી 51 બેઠકો પર જીત મેળવી ભાજપે કબ્જો જમાવ્યો છે. હવે ભાવનગરમાં પણ ભાજપનો ભગવો લહેરાયો છે. ભાવનગરમાં પણ ભાજપનો દબદબો યથાવત રહ્યો છે. જેમાં 52 બેઠકોમાંથી 44 બેઠકો પર ભાજપનો ભવ્ય વિજય થયો છે. જ્યારે કોંગ્રેસના ભાગે માત્ર 8 બેઠકો આવી છે.

ભાવનગરના 13 વોર્ડની 52 સીટ પર 49.47 ટકા મતદાન થયું હતું
રવિવારે ભાવનગરના 13 વોર્ડની 52 સીટ પર 49.47 ટકા મતદાન થયું હતું. જેમાં ભાજપના 52, કોંગ્રેસ 51 તો અન્ય પક્ષોના 105 અને 3 અપક્ષ સહિત કુલ 211 ઉમેદવારોના ભાવિ EVMમાં સીલ થઈ ગયા હતા. જેની મતગણતરી આજે હાથ ધરવામાં આવી હતી. જેમાં ભાવનગરની 52 બેઠકોમાંથી 44 બેઠકો પર ભાજપનો ભવ્ય વિજય થયો છે. જ્યારે કોંગ્રેસના ફાળે 8 બેઠકો આવી છે.

ભાવનગરમાં ભાજપનો દબદબો જળવાયો
મહાનગરપાલિકાની ચૂંટણીમાં મોટા ભાગની બેઠકો પર ભાજપના ઉમેદવારો વિજયકૂચ કરી રહ્યા છે. ભાવનગરમાં ભાજપનો દબદબો જળવાયો છે. અને મોટા ભાગના વોર્ડમાં પેનલોનો વિજય થયો છે. ભાવનગરના વોર્ડ 7 અને 11માં ભાજપની પેનલનો વિજય થયો છે. ભાવનગરમાં વોર્ડ 8માં ભાજપની પેનલની જીત થઈ છે. ભાવનગર વોર્ડ નંબર 12માં ઉત્તર સરદારનગર વોર્ડમાં ભાજપની પેનલનો વિજય થયો છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- હેલ્થ ટીપ્સ / લીમડાના પાન ચાવવાથી થશે આ ગજબ ફાયદા, જાણીને રહી જશો દંગ
- મોરબી અને ગોધરાને મળી આ ભેટ/ કોરોનાકાળમાં આ મંત્રાલયને સૌથી વધુ બજેટ ફાળવાયું, થઈ ગયાં બખ્ખાં
- મોટી જાહેરાત/ અમદાવાદ-સુરત બાદ રાજ્યના આ ત્રણ શહેરોને મળશે મેટ્રોની ભેટ, બજેટમાં થઇ લ્હાણી
- રાહતની વેક્સિન/ આરોગ્યને લઈને બજેટમાં મોટી જાહેરાતો, અમદાવાદ અને સૌરાષ્ટ્રને મળી આ ભેટ
- BIG NEWS: અભિનેત્રી તાપસી પન્નુ અને ડાયરેક્ટર અનુરાગ કશ્યપના ઘરે ઈન્કમટેક્ષ વિભાગના પડ્યા દરોડા