બિહાર ચૂંટણીમાં મોટાભાગના એગ્ઝિટ પોલને ધ્વસ્ત કરતા સત્તારૂઢ એનડીએ સ્પષ્ટ બહુમત સાથે સત્તામાં વાપસી કરતી જોવા મળી રહી છે. પરંતુ તેમાં એક જોરદાર ટ્વીસ્ટ આવ્યો છે. આ વખતની ચૂંટણીમાં બીજેપી સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવતા જોવા મળી રહી છે. અત્યાર સુધીના રૂઝાનો અનુસાર બીજેપી, જેડીયુના નેતૃત્વ વાળી એનડીએ 130 સીટો સાથે બહુમતના જાદુઇ આંકડા 123ને પાર કરતા નજરે આવી રહી છે.
બિહારમાં બીજેપીનું સૌથી ઉમદા પ્રદર્શન

તેમાં પણ સૌથી મોટી વાત એ છે કે બીજેપીએ બિહારમાં અત્યાર સુધીનું સૌથી ઉમદા પ્રદર્શન કર્યુ છે. ગત વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 53 સીટો જીતી હતી. તેનાથી ઉલ્ટુ આ વખતે બીજેપીએ 74 સીટો પર આગળ જોવા મળી રહી છે. જેડીયૂ 48 અને સહયોગી વીઆઇપી 8 સીટો પર આગળ છે. સાથે જ બીજી બાજુ વિપક્ષી મહાગઠબંધનની વાત કરીએ તો રાજદ 60 અને કોંગ્રેસ 21 સીટો પર આગળ જોવા મળી રહ્યા છે. એટલે કે આ રૂઝાનોથી સ્પષ્ટ છે કે આ વખતે બીજેપી ચૂંટણીની રેસમાં એકલી જ સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે.

શું નીતીશ કુમાર જ બનશે મુખ્યમંત્રી?

અહીંથી જ સૌથી મોટો સવાલ શરૂ થાય છે કે હવે બીજેપી સત્તા પક્ષમાં સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે તો શું હજુ પણ નીતીશ કુમાર જ મુખ્યમંત્રી બનશે? આવુ એટલા માટે કારણ કે રાજકીય સમીકરણોને ધ્યાનમાં લેતા હવે બિહારમાં બીજેપી ‘મોટા ભાઇ’ની ભૂમિકામાં આવી ગઇ છે. જો કે ચૂંટણી પહેલા બીજેપીએ કહ્યુ હતુ કે ભલે તેની વધુ સીટો આવે પરંતુ મુખ્યમંત્રી નીતીશ કુમાર જ બનશે. પરંતુ હવે સવાલ એ પણ છે કે બીજેપીને જેડીયુની તુલનામાં ઘણી વધુ સીટો મળી છે. તેથી પાર્ટીની અંદર મુખ્યમંત્રીની ખુરશી બીજેપીને મળવાની માગ ઉઠી શકે છે.
જેડીયૂ પણ આ વાત સમજે છે. તેથી સત્તારૂઢ પાર્ટીના સ્પષ્ટ બહુમતની સંભાવના છતાં અત્યાર સુધી બંને દળો તરફથી પ્રવક્તાઓ સિવાય પાર્ટી તરફથી કોઇ સત્તાવાર નિવેદન નથી આવ્યુ. જો બીજેપીના ધારાસભ્ય મુખ્યમંત્રી પદ માટે માગ ઉઠાવે તો પાર્ટીના હાઇકમાન માટે તેમની માગની ઉપેક્ષા કરવી એટલી સરળ નહી રહે.
Read Also
- PM આવાસ યોજનાઃ મોદી સરકારે જાહેર કર્યો બીજો હપ્તો, અત્યાર સુધી સવા કરોડ પરિવારને મળ્યું મકાન
- શું તમે જાણો છો કે YouTube પર કેવી રીતે લાવી શકાય ગોલ્ડન બટન, જાણો કેટલાં ડૉલર કમાઇ શકશો
- ઝડપી લો તક/ 10 પાસ માટે સરકારી નોકરીનો મોકો, 15 વર્ષના લોકો પણ અહીં કરી શકે છે અરજી
- ચીન અને પાકિસ્તાનને મોટો ઝટકો આપવાની તૈયારી કરી રહ્યું છે TATA ગ્રૂપ, આવો છે તેમનો પ્લાન
- દ્વારકા/ શિવરાજપુર બીચના પ્રથમ ફેઝના વિકાસની કામગીરીનું સીએમ રૂપાણીના હસ્તે ખાતમૂહુર્ત કરાયું