ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યાં કોંગ્રેસમાં આંતરિક વિખવાદ ચરમસીમાએ પહોંચી ગયા છે આ સ્થિતિ વચ્ચે કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધી વિદેશ પ્રવાસે પહોંચી ગયા છે. લંડનના કૈમ્બ્રિજ યુનિવર્સિટીના એક કાર્યક્રમ દરમિયાન આજે રાહુલ ગાંધીએ મોદી સરકરા પર આકરા પ્રહાર કર્યા હતા. રાહપુલ ગાંધીએ કહ્યું હકું કે, ભાજપ ચારેતરફ કેરોસીનનો છંટકાવ કરી રહી છે અને એક તણખલુ મુકતા આગ લાગી જાય તેમ છે. ત્યા બીજી તરફ ભાજપના પ્રવક્તા ગૌરવ ભાટિયાએ પલટવાર કરતા કહ્યું કે, મિટ્ટીનું તેલતો કોંગ્રેસ પાર્ટી કામ કરી રહી છે.

ગૌરવ ભાટિયાએ હુમલો કરતા કહ્યું કે, લંડનમાં રાહુલ ગાંધી કહે છે કે ભાજપે દેશમાં કેરોસીન છાંટ્યું છે. કોંગ્રેસ પાર્ટી કેરોસીન તેલ છાંટે છે. તેમણે કહ્યું કે 1984ના હત્યાકાંડમાં કોંગ્રેસ પાર્ટીના નેતાઓએ નરસંહાર કરાવ્યો હતો, તે કેરોસીન કોંગ્રેસના નેતાઓએ રેડ્યું હતું.
ભાજપના પ્રવક્તાએ કહ્યું કે જ્યારે પણ કોંગ્રેસ અને તેના નિષ્ફળ નેતા રાહુલ ગાંધી વિદેશની ધરતી પર જાય છે, પછી તે લંડન, અમેરિકા, સિંગાપોર હો. તેમના અભિવ્યક્તિઓ ક્યાંક ને ક્યાંક બતાવે છે કે આજની કોંગ્રેસ પાર્ટી 1984થી દેશમાં આગ લગાડવામાં અને સૌહાર્દને ખલેલ પહોંચાડવામાં વ્યસ્ત છે. તેમણે રાહુલ ગાંધીને વિપક્ષની ભૂમિકા ભજવવા માટે ભાજપ પાસેથી શીખવાની સલાહ આપતા કહ્યું કે જે દેશ કટોરો લઈને ઉભો છે, તમે ભારતની તુલના તે પાકિસ્તાન સાથે કરી.
READ ALSO:
- જીભ લપસી/ ‘જો કોઇને ખોટું લાગે તો થાય એ કરી લેજો’, ભાજપના પ્રદેશ મહામંત્રીના ધમકીભર્યા શબ્દોથી કાર્યકરોમાં રોષ
- મોટા સમાચાર/ Zomatoના બોર્ડે Blinkitની ખરીદીને આપી મંજૂરી, અધધધ આટલા કરોડ રૂપિયામાં થઈ ડીલ!
- અમેરિકામાં હવે કોઈ મહિલાઓ નહિ કરાવી શકે અબોર્શન, SCએ પોતાનો જ 50 વર્ષ જૂનો ચુકાદો બદલ્યો; લોકો રસ્તા પર ઉતર્યા
- મોટા સમાચાર / નોર્વેની રાજધાની ઓસ્લોના નાઇટ ક્લબમાં અંધાધૂંધ ગોળીબાર : 2ના મોત, 14 ઘાયલ
- સાવધાન/ કુરીયર છોડાવવા માટે નાણાં ભરવાની લીંક મોકલીને ૧.૧૯ લાખની છેતરપિંડી, જાણો સમગ્ર મામલો