GSTV

કોંગ્રેસ મુસલમાનોને પુછીને સરકાર બનાવે છે અને ગાળો હિન્દુઓને આપે છે: ભાજપ

Last Updated on January 22, 2020 by Ankita Trada

ભાજપે નાગરિકતા સંશોધન કાયદા અને એનઆરસીને લઈને કોંગ્રેસ પર બરાબરના પ્રહારો કર્યા છે. પાર્ટી પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું કે, કોંગ્રેસ મુસલમાનોને પૂછીને મહારાષ્ટ્રમાં સરકાર બનાવે છે અને હિંદુઓને ગાળો આપે છે. વિપક્ષ સીએએ-એનપીઆર પર દેશમાં ભ્રમ ફેલાવવાનું કામ કરે છે. જેમાં ખાસ કરીને કોંગ્રેસના નેતાઓની મોટી ભૂમિકા છે. કોંગ્રેસ પાર્ટી માત્ર મુસલમાનોના વોટ મેળવવા માટે તુષ્ટિકરણનું રાજકારણ કરે છે, પરંતુ મુસલમાનોનું ક્યારેય ભલું નથી કરતા. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, કોંગ્રેસ મુસલમાનોની પાર્ટી છે. સોનિયા ગાંધીએ ઝાકીર નાઇક પાસેથી ફંડ લીધુ હતું. પૂર્વ પીએમ મનમોહન સિંહે કહ્યું હતું કે, દેશના સંસાધનો પર પહેલો હક્ક મુસલમાનનો છે.

પાત્રાએ એમ પણ કહ્યું કે, 2008માં સમજૌતા એક્સપ્રેસ વિસ્ફોટમાં કોંગ્રેસના ટોચના નેતાઓએ હિંદુ આતંકવાદ પર આંગળી ચીંધી હતી. સંબિત પાત્રાએ એઆઈએમઆઈએમના ચીફ ઓવૈસી પર પણ નિશાન સાધ્યું હતું. પાત્રાએ શાહીન બાગમાં સીએએ વિરૂદ્ધ ચાલી રહેલાં વિરોધ પ્રદર્શન પર પણ કહ્યું કે, નાની બાળકીઓમાં પણ ઝેર ભરવામાં આવી રહ્યું છે.

પાત્રાએ આગળ જણાવ્યું હતું કે, અમારા બાપ-દાદાઓએ આ દેશનો સહિષ્ણુ, વિરાટ, ક્ષમતાવાન, ગરિમાવાન બનાવ્યો અને તમે લોકો આવી ભાષાનો ઉપયોગ કરો છો.

ભાજપે કોંગ્રેસ વિરુદ્ધ લગાવેલા આક્ષેપો

  • 16 મે 2017ના રોજ કપિલ સિબ્બલ કોર્ટમાં ભગવાન રામની તુલના ટ્રિપલ તલ્લાક અને હલાલા સાથે કરે છે.
  • 17 મે 2017ના રોજ યુથ કોંગ્રેસના એક નેતા કેરલમાં ગાયની હત્યા કરે છે અને સાર્વજનિક સ્થળે ગાયના માંસને આરોગે છે.
  • 2016-17માં રાહુલ ગાંધી જેએનયુમાં જાય છે અને ત્યાં દેશ વિરોધી નારાઓ લાગે છે.
  • 11 જૂલાઈ 2018ના રોજ રાહુલ ગાંધીએ સ્પષ્ટપણે કહ્યું હતું કે, કોંગ્રેસ મુસ્લિમોની પાર્ટી છે.
  • 9 જૂલાઈ 2018ના રોજ કોંગ્રસના ઝેડ એ ખાને કહ્યું હતું કે, દેશના દરેક જિલ્લામાં શરિયા કોર્ટની ચર્ચા થવી જોઈએ.
  • 2008માં સમજૌતા એક્સપ્રેસ વિસ્ફોટમાં કોંગ્રેસના હાઈકમાન્ડે હિન્દુ આતંકવાદ પર આંગળી ઉઠાવી હતી.
  • 2006માં મનમોહન સિંહે કહ્યું હતું કે, દેશની સંપતિ પર મુસલમાનોનો પહેલો હક છે.
  • 2004માં સોનિયાજીએ કાંચી કામકોટિના શંકરાચાર્યની ધરપકડ કરાવી

READ ALSO

Related posts

પ્રેરણા: માસુમ બાળકીએ કરી મીરાબાઈ ચાનૂની નકલ, વિડીયો જોઈએ તમે પણ રહી જશો દંગ

Pritesh Mehta

લોન્ચ થવાની છે Maruti Suzukiની પાંચ નવી કાર! શાનદાર લુક્સ અને ફીચર્સની હશે ભરમાર

Damini Patel

માટી કૌભાંડ / સૌરાષ્ટ્ર યુનિ.ના રજીસ્ટ્રાર જતીન સોનીનું રાજીનામું, NSUIએ ફોજદારી દાખલ કરવા માંગ કરી હતી

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!