મધ્ય પ્રદેશના મહેશ્વર વિસ્તારમાં મહેશ્વર વિસ્તારમાં ચાલી રહેલા દબંગ થ્રીના શૂટિંગ દરમિયાન સુપર સ્ટાર સલમાન ખાને ભગવાન શિવનું અપમાન કર્યું હોવાના આક્ષેપ થયા હોવાની જાણકારી મળી હતી.
ભાજપના હાલના ધારાસભ્ય અને પ્રદેશ ઉપપ્રમુખ રામેશ્વર શર્મા ભોપાલ સંસદીય મતવિસ્તારથી લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે. તેમણે એવો આક્ષેપ કર્યો હતો કે જ્યારથી મધ્ય પ્રદેશમાં કમલનાથની કોંગ્રેસી સરકાર આવી છે ત્યારથી હિન્દુઓનો અનાદર અને અપમાન કરવામાં આવે છે. તાજેતરમાં સલમાન ખાને મહેશ્વરમાં ભગવાન શિવના પ્રતીક સમા શિવલિંગનું અપમાન કર્યું હતું. એની સામે પોલીસ કેસ કરવો જોઇએ.
જો કે સલમાન ખાને આવું કશું બન્યું હોવાનો ઇનકાર કર્યો હતો. શર્માએ આવો આક્ષેપ કેમ કર્યો એનું રહસ્ય સ્પષ્ટ થયું નહોતું.
વાસ્તવમાં સલમાન ખાન તો હાલના વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો મિત્ર છે અને મોદી ગુજરાતમાં હતા ત્યારે સલમાન મકર સંક્રાન્તિ કરવા ગુજરાતની મુલાકાતે પણ આવ્યો હતો.
Read Also
- વલસાડ / ઉમરગામ GIDCમાં એક ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, આસપાસનો વિસ્તાર ખાલી કરાવાયો
- ‘ગદર- 2’ નો સીન લીક થયો, આ વખતે સની દેઓલ હેન્ડપંપ નહીં આખો થાંભલો ઉખાડતા દેખાશે
- મોટો નિર્ણય / અમદાવાદ DEOએ કર્યો પરિપત્ર, સ્કૂલ ડ્રોપ કરનાર વિદ્યાર્થીઓને શોધીને પ્રવેશ અપાશે
- ફ્લાઈંગ એન્જલ ‘પીટી ઉષા’ થયા ભાવુક કહ્યું, મારી એકેડેમી પર થઇ રહ્યો છે બળજબરી કબજો
- અમેરિકા ચીનના એર બ્લૂનને કેમ નષ્ટ ન કરી શક્યુ? જાણો કારણ