GSTV
Home » News » ત્રણ રાજ્યોની ચૂંટણીમાં કોંગ્રેસને જીત મેળવવી હતી, પણ હવે અમિત શાહ આડા આવી ગયા છે

ત્રણ રાજ્યોની ચૂંટણીમાં કોંગ્રેસને જીત મેળવવી હતી, પણ હવે અમિત શાહ આડા આવી ગયા છે

આવનારા સમયમાં ત્રણ રાજ્યોની વિધાનસભામાં ચૂંટણી યોજાવાની છે. જેમાં ભારતીય જનતા પાર્ટી લોકસભાની ચૂંટણીમાં મળેલા ભવ્યાતિભવ્ય વિજયને જાળવી રાખવા માટે મેદાને ઉતરશે. ત્રણ વિધાનસભાની ચૂંટણી પણ ભાજપ અમિત શાહના જ નેતૃત્વમાં લડશે. ભારતીય જનતા પાર્ટીનું માનવું છે કે આ ત્રણ રાજ્યો જીતવા ખૂબ જ મહત્વના છે. જેથી ભાજપ કોઈ પણ પ્રકારનું રિસ્ક ઉઠાવવા નથી માગતી.

ભાજપને પોતાનો નવો રાષ્ટ્રીય અધ્યક્ષ કામગીરી તરીકે આ ત્રણ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થાય ત્યારે જ મળવાનો છે. આ પહેલા 2019ની લોકસભા ચૂંટણીમાં અમિત શાહના નેતૃત્વમાં 303 કમળ ખીલ્યા હતા. અમિત શાહના ગૃહમંત્રી બનતા કાર્યકારી અધ્યક્ષ તરીકે જે.પી.નડ્ડાની નિમણુંક કરવામાં આવી હતી. હવે નવા અધ્યક્ષ અને સમગ્ર દેશમાં ચૂંટણી માટે બીજેપીએ રાધા મોહન સિંહના નેતૃત્વમાં નવી સમિતિનું ગઠન કરી દીધું છે.

READ ALSO

Related posts

નેહા કક્કર સાથે બ્રેકઅપ થયા બાદ પહેલીવાર સામે આવ્યો હિમાંશ કોહલી, કહ્યુ-મને ખલનાયક બનાવી દીધો

Mansi Patel

અહેમદ પટેલની મુસિબત વધી, 400 કરોડના હવાલા કૌભાંડમાં આઈટી કરશે પૂછપરછ

Karan

ભારતીય ટીમના ધ વૉલના દિકરાની કમાલ, 2 મહિનામાં 2 વખત 2 સદી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!