GSTV
Home » News » ભાજપ માટે આવ્યા ખુશીના સમાચાર, એ કામ કરી બતાવ્યું જ્યાં કોંગ્રેસ હજુ અડધે જ પહોંચી છે

ભાજપ માટે આવ્યા ખુશીના સમાચાર, એ કામ કરી બતાવ્યું જ્યાં કોંગ્રેસ હજુ અડધે જ પહોંચી છે

ભારતીય જનતા પાર્ટીના ખાતમાં એક નવો રેકોર્ડ જમા થઈ ગયો છે. બીજેપીએ દુનિયાભરની રાજનૈતિક પાર્ટીઓને પાછળ છોડી ટ્વિટર પર સૌથી વધારે ફોલોઅર્સ બનાવ્યા છે. બીજેપી પાસે હવે ટ્વીટર પર 11 મિલિયન જેટલા ફોલોઅર્સ થઈ ગયા છે. કોઈ પણ રાજનૈતિક પાર્ટી પાસે ટ્વીટર પર આટલા ફોલોઅર્સ નથી. બીજેપીએ ન માત્ર દેશની રાજનૈતિક પાર્ટીઓને પાછળ છોડી છે પણ દુનિયાની તમામ રાજનૈતિક પાર્ટીઓને પણ પાછળ છોડી દીધી છે.

ભારત દેશમાં ભાજપની વિરોધી પાર્ટી કોંગ્રેસ પાસે હાલ 5.14 મિલિયન ફોલોઅર્સ છે. જે બીજેપી કરતા અડધા છે. નવા ફોલોઅર્સનું પરિણામ સામે આવ્યા બાદ ભાજપ પાસે કોંગ્રેસ કરતા બે ગણા ફોલોઅર્સ થઈ ચૂક્યા છે. સોશિયલ મીડિયાના કારણે લોકપ્રિયતામાં હવે બદલાવ આવી ગયો છે. ફેસબુક અને માઈક્રોબ્લોગિંગ સાઈટ ટ્વીટર પર રાજનૈતિક પાર્ટીઓ વધારે સક્રિય રહેતી હોય છે. રાજનૈતિક પાર્ટીઓ સોશિયલ મીડિયા પર કેમ્પિંગ કરી વધારે પોપ્યુલારિટી મેળવતી હોય છે.

બીજેપીને ફોલો કરનારાઓની સંખ્યામાં યુવાઓની મોટી ભૂમિકા છે. આ વખતેની લોકસભા ચૂંટણીમાં 84 મિલિયન યુવા મતદાતાઓ મતદાન કરવાના છે. આ રેકોર્ડ ન માત્ર ભાજપ પાસે છે પણ નરેન્દ્ર મોદી યુવાઓના સૌથી માનિતા નેતા પણ બન્યા છે. ભાજપ પાસે હવે ફેસબુક બાદ ટ્વીટરમાં પણ ફોલોઅર્સનો ઢગલો થઈ ગયો છે.

પીએમ મોદીના ફેસબુક, ટ્વિટર અને ઈન્સ્ટાગ્રામ પર કુલ 11.09 કરોડ ફોલોઅર્સ છે. જેનાથી અંદાજો લગાવી શકાય કે પીએમ મોદીની લોકપ્રિયતા દુનિયાભરમાં સૌથી વધારે છે. તો પહેલા નંબર પર અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાનું નામ છે. સોશિયલ મીડિયામાં ફોલોઅર્સના મામલે ઓબામાં દુનિયામાં પહેલા નમ્બર પર છે. ઓબામાના ફોલોઅર્સની કુલ સંખ્યા 18.27 કરોડ છે.

દુનિયાભરમાં 11 કરોડ ફોલોઅર્સ સાથે નરેન્દ્ર મોદીએ ડોનાલ્ટ ટ્રમ્પને પણ પછાડી દીધા છે. ટ્રમ્પના દુનિયાભરમાં 9.6 કરોડ ફોલોઅર્સ છે. જો કે ટ્રમ્પને ટ્વીટર પર ફોલો કરનારાઓની સંખ્યા વધારે હોવાના કારણે તેઓ બીજા નંબર પર છે.

READ ALSO

Related posts

સાબરકાંઠાના સારસ્વત ઉમાશંકર જોશીની 160મી જન્મ જયંતી, ગુજરાતી ભાષાને પોતાની કવિતાઓ થકી કરી સમૃદ્ધ

Path Shah

શીલા દીક્ષિતનો પાર્થિવદેહ પંચ મહાભૂતમાં વિલીન, લોકોએ ભીની આંખોએ આપી અંતિમ વિદાઈ

Mansi Patel

રાજ્યના ખેડૂતોને પડતી ખાતરની ખોટ અંગે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ આપી પ્રતિક્રીયા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!