ભાજપ દ્વારા નવા પ્રદેશ પાર્લામેન્ટ્રી બોર્ડની જાહેરાત કરવામાં આવી. પ્રદેશ પ્રમુખ તરીકે સી.આર. પાટિલે ચાર્જ સંભાળ્યા બાદ પાર્લામેન્ટ્રી બોર્ડની નવી બોડીની જાહેરાત થઇ. જેમાં પ્રમુખ પાટિલ, મુખ્યપ્રધાન રૂપાણી, નીતિન પટેલ, પુરૂષોત્તમ રૂપાલા, આર સી ફળદુ, ભુપેન્દ્રસિંહ ચુડાસમા, રાજેશ ચુડાસમા, જશવંતસિંહ ભાભોર, સુરેન્દ્ર પટેલ, ભીખુભાઇ દલસાણિયા, કાનજી ઠાકોર અને કિરીટ સોલંકી એમ કુલ 13 નેતાઓનો સમાવેશ કરાયો છે. બોર્ડમાં પૂર્વ પ્રમુખ જીતુ વાઘાણીની બાદબાકી કરાઇ છે. જ્યારે કે મંગુભાઇ પટેલ. ભરતસિંહ પરમાર તેમજ શંભુપ્રસાદ ટુંડિયાને પડતા મુકવામાં આવ્યા છે. આ પહેલા વર્ષ 2017માં પાર્લામેન્ટ્રી બોર્ડની જાહેરાત કરાઇ હતી. ભાજપમાં ચૂંટણીના ઉમેદવારોની પસંદગી માટે પાર્લામેન્ટ્રી બોર્ડ મુખ્ય ભાગ ભજવે છે.

- ભાજપની નવી પાર્લામેન્ટ્રી બોર્ડની ટીમ જાહેર
- ટીમમાં 13 સભ્યોનો કરાયો સમાવેશ
- રૂપાણી,નીતિન પટેલ,રૂપાલા, ફળદુનો સમાવેશ
- જિતુ વાઘાણીની કરાઈ બાદબાકી
- કાનાજી ઠાકોર, કિરીટ સોલંકીનો સમાવેશ
- સુરેન્દ્ર પટેલ,ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનો સમાવેશ
- જસવંતસિંહ ભાભોર,ભીખુભાઈ દલસાણીયા
- રાજેશ ચુડાસમા, ભરતસિંહ પરમારનો સમાવેશ
Read Also
- જિલ્લા પંચાયત રિઝલ્ટ/ 2015માં 23 સીટો જીતનારી કોંગ્રેસ 29 જિલ્લા પંચાયત પર ડબલ ડિજિટમાં પણ ન પહોંચી, 2માં મીંડુ મુકાવ્યું
- ભાજપની સૌથી મોટી જીત/ 15 વર્ષ બાદ ઝઘડિયા તાલુકા પંચાયતમાં લહેરાયો કેસરીયો, છોટુ વસાવાની પાર્ટી બીટીપીનું ધોવાણ
- નગર પાલિકા રિઝલ્ટ/ કોંગ્રેસનો રકાસ, આ એક પાલિકામાં સમ ખાવા પૂરતી જીત, મોટાભાગની નગરપાલિકા કેસરિયે રંગાઇ
- સાવધાન/ ઓનલાઈન ટ્રાંજેક્શન એપ PAYTMએ કરોડો ગ્રાહકોને કર્યા એલર્ટ! નવું કાર્ડ મળે તો ફટાફટ કરો આ કામ
- સ્થાનિક સ્વરાજનો સંગ્રામ/તાલુકા લેવલે ટક્કરઃ 5281 સીટો પર ભાજપનો ભગવો, 1503 બેઠકોમાં કોંગ્રેસે સીટો જાળવી