GSTV
Gujarat Government Advertisement

નહીં સુધરે: આવતીકાલે દેશભરમાં ભાજપ કરવા જઈ રહ્યુ છે ધરણા પ્રદર્શન, મોદી કોરોના સામે લડવા મીટિંગો કરશે, કાર્યકર્તાઓ ધરણા કરશે

Last Updated on May 4, 2021 by Pravin Makwana

પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસની જીત બાદ BJP દ્વારા રાજ્યમાં બનતી અનેક હિંસક ઘટનાઓ અંગે મહત્વની ઘોષણા કરવામાં આવી છે. BJP 5 મેના રોજ દેશવ્યાપી ધરણા-પ્રદર્શનો કરવા જઈ રહી છે. BJPએ આક્ષેપ કર્યો છે કે રાજ્યમાં તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓ તેમની પાર્ટીના કાર્યકરો પર હુમલા કરી રહ્યા છે, જેમાં ઘણા લોકોની હત્યા પણ કરવામાં આવી છે.

આ ઉપરાંત સોમવારે રાજ્યમાં વ્યાપક પ્રમાણમાં હિંસા પણ થઈ, જેમાં કથિત અથડામણ અને દુકાનો લૂંટવા દરમિયાન BJPનાં ઘણા કાર્યકરો પણ માર્યા ગયા અને ઘાયલ થઇ ગયા, કેન્દ્રીય ગૃહમંત્રાલયે વિપક્ષી કાર્યકરો પર હુમલોની ઘટનામાં રાજ્ય સરકાર પાસે તથ્યાત્મક રિપોર્ટ માંગ્યો છે. BJPએ પાર્ટી ઓફિસમાં આગઝનીનો એક વીડિયો પણ શેર કર્યો છે જેમાં વાંસ અને છત સળગતી જોવા મળે છે અને ગભરાયેલા લોકો ચીસો પાડતા અને ભાગતા નજરે પડે છે. સોશિયલ મીડિયા પર, દુકાનમાંથી કપડા લૂંટીને નાસી ગયેલા લોકોનાં ફોટા અને ફુટેજ વાયરલ થઈ રહ્યા છે.

હાઈકોર્ટે

BJPનો દાવો છે કે આ હુમલામાં એક મહિલા સહિત ઓછામાં ઓછા 6 કાર્યકરો અને સમર્થકો માર્યા ગયા છે. BJP આ માટે તૃણમૂલને દોષી ઠરાવી રહ્યું છે. BJPએ નંદીગ્રામમાં પાર્ટી ઓફિસમાં તોડફોડને બતાવતો એક વીડિયો પત્રકારો સાથે શેર કર્યો છે. મુખ્યમંત્રી મમતા બેનર્જી આ બેઠક પર BJPના શુભેન્દુ અધિકારીથી ચૂંટણી હારી ગયા હતા.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

સાચવજો/ ” આ ઇજ બેન છે જેને હરાવવા આપડા રાજાશ્રીએ”… આ પ્રકારની કરી પોસ્ટ અને પોલીસ ઉઠાવી ગઈ

Bansari

ખુશખબર / 2,00,00,000 લોકો કોરોનાથી થયા સાજા, મોદી સરકારને ફક્ત ડરાવી રહ્યો છે આ આંક

Bansari

મ્યુકરમાઈકોસિસ/ અમદાવાદ અને સુરતમાં 400 કેસ : કોરોના કરતાં પણ ખતરનાક છે રોગ, હવે રોજ વધશે 100 કેસ

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!