GSTV

‘ભવિષ્યના સાથી’, સીએમ ઉદ્ધવ ઠાકરેના નિવેદનથી ભાજપ-શિવસેના વચ્ચે જોડાણની અટકળો થઇ તેજ

Last Updated on September 17, 2021 by Pritesh Mehta

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે તરફથી શુક્રવારે એક કાર્યક્રમમાં ‘ભવિષ્યના સાથી’ને લઈને નિવેદન આપવામાં આવ્યું છે જેને લઈને અટકળોનું બજાર ગરમાઈ ગયું છે. મહારાષ્ટ્રની રાજનીતિમાં હાલના દિવસોમાં ક્ડવાશના તબક્કામાંથી પસાર થતી શિવસેના અને ભાજપના સાથે આવવાની અટકળો આ નિવેદનથી લાગી રહી છે. શુક્રવારે ઔરંગાબાદમાં એક સરકારી કાર્યક્રમને સંબોધિત કરતા ઉદ્ધવ ઠાકરે એ કહ્યું હતું કે, ‘મંચ પર બેસેલ મારા વર્તમાન, ભૂતપૂર્વ અને જો આપણે સાથે મળીએ તો ભવિષ્યના સહયોગી’. ઉદ્ધવ ઠાકરેના નજીકના અને સરકારમાં મંત્રી અનિલ પરબ વિરુદ્ધ તાજેતરમાં જ ઇડીએ તપાસ શરૂ કરી છે અને દરોડાની કામગીરી કરી હતી. આ ઘટનાઓ અને ઉદ્ધવ ઠાકરેના નિવેદનને જોડીને જોવામાં આવી રહ્યા છે અને અટકળો લગાવવામાં આવી રહી છે.

શિવસેના

જોકે, શિવસેનાના નેતાઓએ ભાજપમાં જોડાવાની અફવાઓને ખોટી ગણાવી છે. એટલું જ નહીં વિપક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસે પણ આવી અટકળોને ફગાવી દીધી છે. તેમણે જણાવ્યું હતું કે, ‘અત્યારે શિવસેના અને ભાજપ એક સાથે આવે તેવી કોઈ શક્યતા નથી.’ ઉદ્ધવ ઠાકરેએ તેમના ભાષણમાં કહ્યું હતું કે, ‘મારા વર્તમાન, ભૂતપૂર્વ અને જો આપણે સાથે મળીએ તો ભવિષ્યના સહયોગી..’ આ પછી તેણે પાછળ જોયું જ્યાં રેલવે રાજ્ય મંત્રી રાવ સાહેબ દાનવે બેઠા હતા. ચાલુ વર્ષે આ બીજી વખત બની રહ્યું હતું જ્યારે ભાજપ અને શિવસેના સાથે આવવાની અટકળો વહેતી થઇ છે.

જૂનમાં પીએમ મોદી સાથે શરૂ થઇ હતી અટકળો

આ પહેલા જૂનમાં પીએમ મોદી સાથે ઉદ્ધવ ઠાકરેની 45 મિનિટ સુધી મુલાકાત થઇ હતી. આ બેઠક બાદ શિવસેના નેતા સંજય રાઉતે કહ્યું હતું કે અમારી પીએમ નરેન્દ્ર મોદી સાથે કોઈ દુશ્મની નથી. ઉદ્ધવ ઠાકરેની બેઠક અને પછી રાઉતના નિવેદન બાદ પણ બંને પક્ષો સાથે આવવાની અટકળો વહેતી થઇ હતી. ઉદ્ધવ ઠાકરેના આ નિવેદનને કારણે એટલા માટે પણ અટકળો થઇ રહી છે કે કાર્યક્રમ બાદ તેમણે મીડિયા સાથે વાત કરતી વખતે તેનો ઇનકાર કર્યો ન હતો. જ્યારે મીડિયા દ્વારા પુછવામાં આવ્યું ત્યારે ઠાકરેએ કહ્યું કે સમય કહેશે કે ભવિષ્યના સાથીનો અર્થ શું છે.

અભિમાનથી ઉપર રહીને રાજ્યના ભલા માટે કરવાનું છે કામ

જોકે, ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, ‘હું પ્રામાણિકપણે માનુ છું કે રાજકારણમાં વધારે પડતી કડવાશ ન હોવી જોઈએ. હાલ રાજ્યમાં મહાવિકાસ આઘાડીની સરકાર છે અને કેન્દ્રમાં ભાજપની સરકાર છે. પરંતુ, આપણે બધા આ ધરતીના જ છીએ. એવામાં, આપણે વિચારવું જોઈએ કે મનમાં અહંકારને રાખ્યા વગર આપણે કેવી રીતે રાજ્યના ભલા માટે ભાગીદારી આપી શકીએ. ‘ ઠાકરેએ કહ્યું કે મેં દાનવેને મુંબઈને નાગપુર સાથે જોડતા બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંગે ચર્ચા કરવા માટે  બોલાવ્યા હતા.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડ કરો…

MUST READ:

Related posts

સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ ભારતીય મહિલા સેનાની સરકાર સામે થઈ મોટી જીત, આટલી મહિલાઓને મળ્યું પરમાનેંટ કમિશન

Pravin Makwana

ટોપ લીડરના કાંડ/ આ દેશના વડાપ્રધાનનો યુવતી સાથે સેક્સ માણતો વીડિયો વાયરલ થયો, હોબાળો થતાં પદ પરથી રાજીનામું આપ્યું

Pravin Makwana

ગોલ્ડન ચાન્સ/ LLB પાસ માટે સરકારી નોકરી, નહીં આપવી પડે પરીક્ષા, આ રીતે થઇ જશે સિલેક્શન

Bansari
Do NOT follow this link or you will be banned from the site!