GSTV
Gujarat Government Advertisement

ભાજપ અને આરએસએસ જેડીયૂને નષ્ટ કરી દેશે, તમારા હાથમાંથી બિહાર પણ જશે

Last Updated on November 11, 2020 by

કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમારને એવી જાહેર અપીલ કરી હતી કે ભાજપ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને છોડીને તમે તેજસ્વી યાદવને આશીર્વાદ આપો એટલે કે તેજસ્વીને કોંગ્રેસના સહયોગથી બિહારમાં સરકાર રચવાની તક આપો. દિગ્વિજય સિંહે નીતિશ કુમારને અપીલ કરી હતી કે તમે ભાજપ અને આરએસએસનો સાથ હવે છોડી દો. તમારે માટે બિહાર હવે નાનું પડે છે. તમારે તો રાષ્ટ્રીય રાજકારણમાં ઝુકાવવું જોઇએ.

અગાઉ નીતિશ કુમાર ભાજપના વરિષ્ઠ નેતા અટલ બિહારી વાજપેયીની કેન્દ્ર સરકારમાં પ્રધાન હતા. પાછળથી એ રાષ્ટ્રીય રાજકારણ છોડીને બિહારમાં પાછા ફર્યા હતા. છેલ્લાં પંદર વર્ષથી એ બિહાર પર રાજ કરે છે. દિગ્વિજયે ટ્વિટ કરીને કહ્યું કે ભાજપ અને આરએસએસ એવી અમરવેલ છે જે બીજા જે વૃક્ષને વળગે એ વૃક્ષને નષ્ટ કરી દે છે. આ બંને જેડીયૂને નષ્ટ કરી દેશે. તમે અમરવેલને વિકસવા ન દો. લાંબે ગાળે તમારા હાથમાંથી બિહાર પણ જશે. એના કરતાં તમે અત્યારથી અમરવેલનાં મૂળને ખતમ કરીને આરજેડી-કોંગ્રેસની સરકાર રચવાની તક આપો. બિહારની પ્રજા તમને આશીર્વાદ આપશે અને ઇતિહાસમાં તમારા પ્રદાનની નોંધ લેવાશે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

એલર્ટ/ ચહેરો ઓળખતા આ સોફ્ટવેર પર ઉઠ્યા સવાલ, જાણો તેનો ઉપયોગ કેટલો છે ખતરનાક

Bansari

ત્રીજા તબક્કાના ટ્રાયલમાં કોવેક્સિન 77.8% અસરકારક, ભારત બાયોટેકે સરકારને આપ્યો ડેટા

Pritesh Mehta

સાવધાન/ ક્યાંક કોઈ તમારા નામથી સીમ કાર્ડનો ઉપયોગ તો નથી કરી રહ્યું ને, આ રીતે મેળવો જાણકારી

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!