GSTV
ANDAR NI VAT India News Trending

જનનાયક જયપ્રકાશ નારાયણનું નામ વટાવી ખાવા માટે ભાજપ અને જેડીયુમાં હોડ જામી

ભારતમાં વિરોધ પક્ષ કેવો હોવો જોઈએ, તેને પોતાના કામ દ્વારા વ્યાખ્યાયિત કરનારા નેતા એટલે જયપ્રકાશ નારાયણ. જેપીના ટૂંકા નામથી પ્રસિદ્ધ આ દિગ્ગજ નેતાએ જન આંદોલનો થકી વિપક્ષની ભૂમિકાને નવી ઉંચાઈ પર પહોંચાડી હતી. આજે તેમનું નામ વટાવવા માટે ભારતીય જનતા પાર્ટી અને જનતા દળ યુનાઈટેડ વચ્ચે હોડ જામી છે.

11મી ઓક્ટોબરે જયપ્રકાશ નારાયણનો બર્થ-ડે છે. બિહારમાં ભાજપ અને જેડીયુ બંને જેપીનો બર્થ-ડે ધામધૂમથી મનાવવાની તૈયારી કરી રહ્યા છે. એ દિવસ પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ બિહારમાં ઉપસ્થિત રહેશે. તેઓ જેપીના વતન એટલે કે સીતાબ દિયરા નામના ગામડામાં જશે. જ્યારે નીતીશકુમાર નાગાલેન્ડમાં બિહારી કોન્ફરન્સના કાર્યક્રમમાં ભાગ લેશે.

ભાજપ કહે છે કે જેપીના વિચાર પ્રમાણેની સંપૂર્ણ ક્રાંતિનું સ્વપ્ન ત્યારે જ પૂર્ણ થશે જ્યારે સાધારણ પરિવારની વ્યક્તિ દેશની પ્રધાનમંત્રી બનશે. નરેન્દ્ર મોદી સામાન્ય પરિવારમાંથી આવે છે તો પણ વડા પ્રધાન બન્યા છે.

ભાજપનો આક્ષેપ છે કે જયપ્રકાશ નારાયણ કોંગ્રેસની વિરુદ્ધ હતા પરંતુ તેમના આંદોલનમાંથી જન્મેલા લાલુપ્રસાદ યાદવ અને નીતીશકુમાર કોંગ્રેસનું સમર્થન પ્રાપ્ત કરવા માટે આજીજી કરી રહ્યા છે.

કોણ જેપીની સાથે હતું, અને જેપી કોની વિરુદ્ધ હતા એ તો પ્રશ્ન છે જ, સાથોસાથ પ્રશ્ન એ પણ છે કે આજે એકપણ રાજકીય પક્ષ જયપ્રકાશ નારાયણની વિચારધારા પ્રમાણે ચાલતો નથી.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

ડિસેમ્બરમાં ગ્રહોના પરિવર્તનથી આ 4 રાશિના લોકોને સૌથી વધુ ફાયદો થશે

Kaushal Pancholi

‘રઘુરાજે મારી સાથે વિશ્વાસઘાત કર્યો, ઈલાજ કરાવવા જાઉં છું કહી ભાજપમાં જોડાઈ ગયા’: શિવપાલ

Kaushal Pancholi

ચીનથી બ્રાઝિલ અને જાપાનમાં ઝડપથી ફેલાતા કોરોનાના કેસ, ઘણા શહેરોમાં લોકડાઉન!

Padma Patel
GSTV