GSTV
World

Cases
4695119
Active
5476311
Recoverd
516128
Death
INDIA

Cases
226947
Active
359860
Recoverd
17834
Death

ચૂંટણી ટાણે જ મોદી મેજીકનું સૂરસૂરિયુ, સમગ્ર ભારતની પેટાચૂંટણીમાં ભાજપના હાથમાં માત્ર 26 બેઠકો આવી

18 રાજયોમાં કુલ 51 વિધાનસભા બેઠકો માટે યોજાયેલી પેટા ચૂંટણીમાં ભાજપ અને તેના સાથી પક્ષોનો 26 બેઠકો પર વિજય થયો છે. કોંગ્રેસનો 12 બેઠકો પર વિજય થયો છે. જ્યારે બિહારમાં અસદુદ્દીન ઔવેસીની એઆઇએમઆઇએમનો એક બેઠક પર વિજય થયો છે. સોમવારે લોકસભાની બે બેઠકો ઉપર પણ પેટા ચૂંટણી યોજવામાં આવી હતી. બિહારમાં સમસ્તિપુર લોકસભા બેઠક પર લોક જનશક્તિ પાર્ટીના પ્રિન્સ રાજનો વિજય થયો છે.  જ્યારે મહારાષ્ટ્રની સતારા લોકસભા બેઠક પર એનસીપીના શ્રીનિવાસન દાદાસાહેબ પાટીલનો વિજય થયો છે.

ઉત્તર પ્રદેશમાં 11 વિધાનસભા બેઠકો માટે પેટા ચૂંટણી યોજવામાં આવી હતી. જેમાં  ભાજપને સાત, સપાને ત્રણ તથા ભાજપના સહયોગી અપના દળને એક બેઠક મળી છે. સપાએ ઝૈદપુર બેઠક ભાજપ અને જલાલપુર બેઠક બસપા પાસેથી આંચકી લીધી છે જ્યારે રામપુર બેઠક જાળવી રાખી છે.બિહારમાં પાંચ વિધાનસભા બેઠકો માટે યોજાયેલી પેટા ચૂંટણીમાં શાસક પક્ષ જદ(યુ)ને આંચકો લાગ્યો છે. જદ(યુ)નો ફક્ત એક જ બેઠક પર વિજય થયો છે. રાજદને બે, અપક્ષને એક અને એઆઇએમઆઇએમને એક બેઠક મળી છે.  તમિલનાડુમાં યોજાયેલી વિધાનસભાની બે બેઠકોની પેટાચૂંટણીમાં એઆઇડીએમકેનોિ વિજય થયો છે.

કેરળમાં પાંચ વિધાનસભા બેઠકો માટે પેટાચૂંટણી થઇ હતી.  જેમાં સીપીઆઇ(એમ)નો બે, કોંગ્રેસનો બે તથા ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગનો એક બેઠક પર વિજય થયો છે. ગુજરાતમાં વિધાનસભાની છ બેઠકો પર પેટા ચૂંટણી યોજવામાં આવી હતી. જેમાં ત્રણ પર કોંગ્રેસ અને ત્રણ પર ભાજપનો વિજય થયો છે.

વિધાનસભાની પેટાચૂંટણીમાં ક્યા પક્ષને કેટલી બેઠકો મળી?

પક્ષમળેલી બેઠકો
ભાજપ૧૫
કોંગ્રેસ૧૨
સપા
અપક્ષ
રાજદ
સીપીઆઇ(એમ)
એઆઇએડીએમકે
એઆઇયુડીએફ
એઆઇએેમઆઇએેમ
જદ(યુ)
આઇયુએમએલ
યુડીપી
બીજેડી
એસએડી
આરએલપી
ટીઆરએસ
અપના દળ

READ ALSO

Related posts

રાજ્યમાં Coronaનો રાફડો ફાટ્યો, છેલ્લાં 24 કલાકમાં 681 દર્દીઓ પોઝીટીવ અને 19 લોકોનાં મોત

Mansi Patel

રિટાયરમેન્ટ બાદ પણ સારી જિંદગી જીવવી હોય તો આ પાંચ સ્કિમોમાં કરો રોકાણ

Mansi Patel

Nissan Ariya ઈલેક્ટ્રીક કારના લોંચીંગને લઈને થયો મોટો ખુલાસો, એક વખત ચાર્જમાં ચાલશે 480 કિમી

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!