GSTV

FSL મુદ્દે વિધાનસભા ગૃહમાં ભાજ૫-કોંગ્રેસ આમને-સામને : ભારે આક્ષે૫બાજી

Last Updated on March 7, 2018 by

રાજ્યની ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી દેશના પેચીદા ગુનાઓના ભેદ ઉકેલવામાં સક્ષમ છે. અન્ય રાજ્યો પણ કેસની તપાસ માટે એફએસએલની મદદ લે છે. પરંતુ ગુજરાત વિધાનસભામાં એફએસએલનો મુદ્દો એવો ઉછળ્યો કે ભાજપ અને કોંગ્રેસના સભ્યો આમને સામને આવી ગયા હતા.

ગાંધીનગરની ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીની કામગીરીનો મુદ્દો વિધાનસભા ગૃહમાં ગુંજ્યો હતો. ગૃહમાં રાજ્યના કેવા પ્રકારના ગુનામાં એફએસએલ મદદ કરી રહી છે તેવો સવાલ કોંગ્રેસના ધારાસભ્યએ પૂછ્યો હતો. જેનો જવાબ ગૃહરાજ્યપ્રધાન પ્રદિપસિંહ જાડેજા આપી રહ્યા હતા. એ દરમ્યાન ભાજપના ધારાસભ્ય દુષ્યંત પટેલે કાર્તિ ચિદમ્બરમનો ઉલ્લેખ કરતા માહોલ ગરમાયો હતો. ગૃહરાજ્યપ્રધાને કહ્યું કે કાર્તિના કેસની તપાસ કરવા પણ એફએસએલ સક્ષમ છે. તો કોંગ્રેસના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ અમિત શાહનું નામ લેતા જ બંને પક્ષો વચ્ચે ભારે આક્ષેપબાજી થઇ હતી.

બંને પક્ષોના હોબાળા વચ્ચે વિધાનસભા અધ્યક્ષે જણાવ્યું હતું કે ગૃહના સભ્યો ના હોઈ એ અંગે ગૃહમાં ચર્ચા ન થઇ શકે. તેના જવાબમાં વીરજી ઠુમ્મરે કહ્યું કે કાર્તિ ચિદમ્બરમ ગૃહના સભ્ય નથી પરંતુ અમિત શાહ ગૃહના સભ્ય રહી ચૂક્યા છે. આમ ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો દ્વારા ગૃહમાં બિનમહત્વના મુદ્દાઓ પર ચર્ચા થાય છે અને ગૃહનો સમય બરબાદ થાય છે. જેના કારણે પ્રજાને અસર કરતા બહુ ઓછા પ્રશ્નોની ચર્ચા થાય છે.

Related posts

૬ કરોડનો ખર્ચ કરવા છતા બિસ્માર છે આ બૌદ્ધ ગુફાઓ, જાણો આ ગુફાઓનો ૧૮૦૦ વર્ષ જૂનો ઇતિહાસ

GSTV Web Desk

ચીન અને પાકિસ્તાનની હવે ખેર નહીં / એપ્રિલથી ઓપરેશનલ થશે S-400 સિસ્ટમ, ડ્રેગનની હરકતનો આપશે જડબાતોડ જવાબ

GSTV Web Desk

ભારતની સંરક્ષણ ક્ષેત્રે મોટી સિધ્ધિ, S-400 મિસાઈલ સાથે સરહદોની રખેવાળી બની મજબૂત

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!