GSTV
Home » News » મહારાષ્ટ્ર બાદ ભારતીય જનતા પાર્ટીને ઝારખંડમાં પણ ઝટકો લાગ્યો, એનડીએના સાથી પક્ષોના પણ છૂટાછેડા

મહારાષ્ટ્ર બાદ ભારતીય જનતા પાર્ટીને ઝારખંડમાં પણ ઝટકો લાગ્યો, એનડીએના સાથી પક્ષોના પણ છૂટાછેડા

મહારાષ્ટ્ર બાદ ભારતીય જનતા પાર્ટીને ઝારખંડમાં પણ ઝટકો લાગ્યો છે. ઝારખંડમાં 19 વર્ષ સુધી ભાજપના સાથીપક્ષ રહેલા ઓલ ઝારખંડ સ્ટૂડન્ટ યુનિયન સાથેનું જોડાણ તૂટી ગયું છે. હવે ભાજપ ઝારખંડમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી એકલા હાથે લડશે.

53 બેઠકો પર ઉમેદવારનું એલાન કરી ચુકેલું ભાજપ હવે બાકીની 27 બેઠકો પર પણ પોતાના ઉમેદવાર ઉતારશે. જ્યારે કે એક અપક્ષ ઉમેદવાર પાર્ટીનું સમર્થન કરશે. ભાજપ અને AJSU વચ્ચે બેઠક વહેંચણીને લઇને સહમતી સધાઇ નહીં.

જે બાદ ભાજપે નિર્ણય લીધો કે ઝારખંડમાં પાર્ટી એકલા હાથે ચૂંટણી જંગમાં ઉતરશે. ભાજપે રાજ્યની કુલ 81 વિધાનસબા બેઠકોમાંથી 53 બેઠકો પર ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે.

જ્યારે કે AJSUએ પણ 12 બેઠકો પર પોતાના ઉમેદવાર ઉતાર્યા છે. આ સાથે જ ઝારખંડમાં એનડીએમાં ભંગાણ થયું છે. અહીં જેડીયૂ અને એલજેપી પણ ભાજપથી અલગ ચૂંટણી લડી રહ્યા છે.

READ ALSO

Related posts

આરોપીને પકડવા ગયેલી એલસીબીની ટીમ પર લોકોએ કર્યો હુમલો, પાંચ જવાન ઘાયલ

Nilesh Jethva

આ છે દુનિયાની સૌથી મોંઘી વાઈન,એક બોટલની કિંમત એટલી જેટલામાં ખરીદી શકાય ઑડી કાર

Mansi Patel

શિયાળામાં કંઈ લઝીઝદાર ખાવાની ઈચ્છા થઈ છે, તો હવે ઘરે જ બનાવો રેસ્ટોરન્ટ જેવુ ‘પનીર લબાબદાર’

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!