GSTV
Home » News » ગંભીર મુદ્દાનાં ઉકેલ માટે આખી પાર્ટી અરૂણ જેટલી પર નિર્ભર રહેતી: આડવાણીએ પાઠવ્યા શ્રદ્ધાસુમન

ગંભીર મુદ્દાનાં ઉકેલ માટે આખી પાર્ટી અરૂણ જેટલી પર નિર્ભર રહેતી: આડવાણીએ પાઠવ્યા શ્રદ્ધાસુમન

ભાજપનાં વરિષ્ઠ નેતા લાલાકૃષ્ણ આડવાણીએ પૂર્વ નાણાં મંત્રી અરૂણ જેટલીનાં અવસાન પર ઘેરો શોક વ્યક્ત કર્યો છે. પૂર્વ નાયબ વડાપ્રધાન અને ભાજપ માર્ગદર્શક મંડળનાં નેતા આડવાણીએ શોક સંદેશમાં જણાંવ્યું છે કે, તેમણે એક પોતાનાં નિકટનાં અને સહયોગી ગુમાવ્યા છે. અરૂણ જેટલીનાં નિધનથી મને ઘણું દુખ થયું છે. આડવાણીએ જણાંવ્યું કે, કાયદા ક્ષેત્રમાં જેટલી એક ચમકતા સિતારા હતા અને તે સિવાય તેઓ એક ઉત્કૃષ્ટ સાંસદ અને મહાન પ્રશાસક પણ હતાં.

આડવાણીએ જણાંવ્યું કે, દાયકાઓથી સમર્પિત પાર્ટી કાર્યકર અને તેઓ એક એવા માણસ હતા જેમણે ભાજપ અધ્યક્ષનાં રૂમાં શામેલ કરવામાં આવ્યા હતાં. જ્યારે હું પાર્ટી અધ્યક્ષ હતો. ત્યારે તેઓ પાર્ટીનાં અગ્રણી નેતાઓમાંથી એક બન્યા હતાં. અરૂણજીને તેમનાં તેજસ્વી અને વિશ્લેષ્ણાત્મક મગજ માટે ઓળખવામાં આવે છે. તેમજ ભાજપ સાથે સંકળાયેલો દરેક નેતા અને કાર્યકર દરેક જટીલ સમસ્યાનો ઉકેલ મેળવવા માટે જેટલી પર નિર્ભર રહેતા હતાં. તેઓ એક માત્ર એવા વ્યક્તિ હતા, જેમણે રાજનીતિનાં લોકો સાથે પોતાની દોસ્તીને પણ મહત્વ આપ્યું હતું.

અરૂણ જેટલી વિશે આડવાણી આગળ વાત કરતા જણાંવે છે કે, એરૂમ જેટલી એક મૃદુભાષી, પ્રફુલ્લિત વ્યક્તિ તરીકે હંમેશા યાદ રહેશે. તેઓ ભોજનનાં ખુબ જ શૌખીન હતાં. તેઓ હંમેશા મારા માટે સારા રેસ્ટોરેન્ટ્સનું સૂચન આપતા રહેતા. આ સાથે જ તેઓ દર વર્ષે દિવાળીનાં તહેવાર પર સહપરિવાર અમારા ઘરે શુભેચ્છા પાઠવવા માટે આવવવાની પરંપરા શરૂ કરી હતી.

આડવાણીએ કહ્યું કે અરૂણ જેટલી છેલ્લા ઘણાં સમયથી હોસ્પિટલમાં બિમાર હતાં. અમારી બધાની આશા અને અપેક્ષા હતી કે તેઓ સત્વરે સાજા થાય. તેમનાં અવસાનથી માત્ર ભાજપ જ નહિં પરંતુ સમગ્ર રાષ્ટ્ર માટે કદી ન પુરી શકાય તેવી ખોટ છે. મારા માટે તો આ એક વ્યક્તિગત રીતે ક્ષતિ છે. ઇશ્વર તેમની આત્માને ચિર શાંતિ પ્રદાન કરે. સંગીતાજી. સોનાલી અને રોહન તેમજ તેમનાં સમગ્ર પરિવાર પ્રતિ મારી સંવેદના.

READ ALSO

Related posts

હોલિવૂડ ફિલ્મોની CD અને જીમ: નજરકેદ કાશ્મીરી નેતાઓને મળી રહી છે આ સુવિધા

Riyaz Parmar

હાઉડી મોદી કાર્યક્રમ દરમિયાન જ અમેરિકા પાસે ભીખ માગવા પહોંચેલા ઈમરાનની આબરૂના ધજાગરા થયા

pratik shah

યુપીમાં યોગી સરકારે NRC લાગૂ કરવાની કવાયત શરૂ કરી

Arohi
Do NOT follow this link or you will be banned from the site!