Last Updated on February 11, 2021 by pratik shah
અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનની ચૂંટણીમાં આ વખતે ભાજપે ‘મતદારોના મનની વાત’ સાંભળવાનો નિર્ણય લીધો છે. આ માટે તેઓએ દરેક મતદારના ઘરે વડાપ્રધાનના ફોટાવાળા પોસ્ટકાર્ડ આપવાનું શરૂ કર્યું છે. જેમાં ‘કલમ ઉપાડો અને સીધા મોદીજી સુધી પહોંચાડો આપના મનની વાત’ના મથાળા હેઠળ મતદારોના મનની વાત જાણવાનો પ્રયાસ કરાયો છે. ચૂંટણીમાં મતદારોનો મત અને સહાનુભુતિ બંને મેળવવાનો ભાજપનો આ પ્રયાસ કેટલો સફળ રહે છે તે આગામી દિવસો જ જણાવશે.

ભાજપનો આ પ્રયાસ કેટલો સફળ રહે છે તે આગામી દિવસો જ જણાવશે
પૂર્વના પટ્ટામાં ચૂંટણી પ્રચાર માટે રાજકિય પક્ષો દ્વારા એડીચોટીનું જોર લગાવાઇ રહ્યું છે. વડાપ્રધાન મોદીની બહુચર્ચિત અને લોકપ્રિય ‘ મન કી બાત’ કાર્યક્રમને આધાર બનાવીને આ ચૂંટણીમાં મતદારો સુધી ભાજપને પહોંચાડવાનો સરસ નુસખો અપનાવાયો છે.

એડીચોટીનું જોર લગાવાઇ રહ્યું છે
જેમાં મોદીના ફોટાવાળા પોસ્ટકાર્ડ છપાવીને લોકોના ઘરે ઘરે પહોંચાડવામાં આવી રહ્યા છે. જેમાં નરેન્દ્ર મોદીને સંબોધનવાળા આ પોસ્ટ કાર્ડમાં ભાજપના કેન્દ્રિય કાર્યલય દિલ્હીનું સરનામું લખવામાં આવ્યું છે. ‘પહોંચાડો આપના મનની વાત મારા સુધી , આવો સાથે મળીને બનાવીએ ભવિષ્યનું ભારત’, ‘ ભારત કે મન કી બાત.. મોદી કે સાથ’ અને’ કામ જે કરે, અપેક્ષા એનાથી જ હોય’તેવા વાક્યો પોસ્ટકાર્ડમાં લખાયા છે.

ઓઢવ, નિકોલ, વિરાટનગર સહિતના વોર્ડમાં ભાજપે હાલમાં આ પોસ્ટકાર્ડોનું વિતરણ ચાલુ કરી દીધું છે. પોસ્ટકાર્ડને લઇને મતદારોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મતદારો તેમના મનની વાત મોદી સુધી પહોંચાડવા માટે આ પોસ્ટકાર્ડ સામેથી માંગી રહ્યા હોવાનું પણ ધ્યાને આવ્યું છે. બીજી તરફ અમદાવાદમાં પાંચ વર્ષના કાર્યકાળમાં ભાજપે કયા કયા કામ કર્યા તેનો રિપોર્ટકાર્ડ પણ તૈયાર કરીને મતદારોના ઘરે પહોંચાડાઇ રહ્યા છે.
READ ALSO
- કામનું/ માત્ર 10 મિનિટમાં ઘરે બેઠા મેળવી શકો છો PAN Card, આ સ્ટેપને કરવા પડશે ફોલો
- રહી ના જતાં/મહામારી છતાં લોકોને ખૂબ પસંદ આવી રહી છે આ સરકારી યોજના, 3 કરોડ લોકો ઉઠાવી ચૂક્યા છે લાભ
- મહામારી છતા લોકોને પસંદ આવી રહી છે સરકારની આ સ્કીમ, સબસ્ક્રાઇબર્સની સંખ્યા 3 કરોડને પાર
- અમદાવાદ: GMDCમાં 900 બેડની હોસ્પિટલ તૈયાર, અમિત શાહના નિરીક્ષણ બાદ વિધિવત રીતે થશે શરૂ
- રાવણરાજ: ભાજપ નેતાને બચાવવા પોલીસ આવી ગઈ, લગ્નમાં ટોળેટોળા એકઠા કરનારા નેતાને પોલીસે સત્તાવાર રીતે આપી ક્લિનચિટ
