GSTV
Home » News » મહિલાઓની જગ્યાએ પોતે મત આપી રહ્યો હતો BJPનો પોલિંગ એજન્ટ, વિડીયો વાયરલ થતાં થઈ કાર્યવાહી

મહિલાઓની જગ્યાએ પોતે મત આપી રહ્યો હતો BJPનો પોલિંગ એજન્ટ, વિડીયો વાયરલ થતાં થઈ કાર્યવાહી

bjp agent

12 મેએ થયેલ છઠ્ઠા ચરણના મતદાન સમયનો હરિયાણાના ફરીદાબાદનો એક વિડીયો વાયરલ બન્યો છે. જેમાં એક વ્યક્તિ વારંવાર ઈવીએમ પાસે જઈને મત આપતો જોવા મળી રહ્યો છે. વિડીયોમાં દેખાઇ રહ્યું છે કે, આ વ્યક્તિ બીજેપીનો પોલિંગ એજન્ટ ગિરિરાજ સિંહ છે. વિડીયો વાયરલ થતાં જ પોલીસે આ એજન્ટની ધરપકડ કરી લીધી છે. આ ઘટના ફરીદાબાદ લોકસભા ક્ષેત્રના અસૌટી બૂથની છે, જ્યાં ચૂંટણીપંચે ફરી મતદાન કરવાના આદેશ આપ્યા છે.

કોર્ટમાં પેશ કર્યા બાદ ગિરિરાજ સિંહને જમાનત મળી ગઈ છે. આ ઘટનાની ફરિયાદ પીઠાસીન અધિકારી અમિત છત્રીએ કરી હતી. જેના આધારે કેસ દાખલ કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે, “આરોપી મતદાતાઓને મદદ કરવાના બહાને જાતે જ મત આપી રહ્યો હતો. મેં તેને દર વખતે રોક્યો, પરંતુ તે ન માન્યો. જ્યારે ગિરિરાજ મત આપવાનો પ્રયત્ન કરી રહ્યો હતો, ત્યારે જ કોઇને વિડીયો બનાવી લીધો અને વાયરલ કરી દીધો. બીજા મતદાતાઓની ભીડ આગળા આવતાં જ ગિરિરાજ ત્યાંથી ભાગી ગયો.”

આ વિડીયોમાં ગિરિરાજ સિંહ વાદળી ટીશર્ટમાં દેખાય છે. 1.30 મિનિટમાં ઓછામાં ઓછી ત્રણ વાર ઈવીએમ સુધી જતા જોવા મળે છે. એ ત્રીજી વાર ક્યારે ઈવીએમ સુધી જવા ઊભો થાય છે ત્યારે તેને બહાર બોલાવવામાં આવે છે. જોકે તે ત્રીજી વાર પણ નિયમોનું ઉલ્લંઘન રહે છે. પોલિંગ બૂથ પર મતદાન પ્રક્રિયાનું ધ્યાન રાખવા પોલિંગ એજન્ટોની નિયુક્તિ કરવામાં આવે છે.

ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી અધિકારી અમિત ખત્રી વિરૂદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવી છે. જેમના પર ડ્યૂટી પર બેદરકારી રાખવાનો આરોપ છે. સાથે-સાથે બૂથ પર હાજર માઇક્રો ઓબ્ઝર્વર સોનલ ગુલાટી પર ઘટનાને રિપોર્ટ કરવામાં મોડું કરવા બાબતે કાર્યવાહી કરવામાં આવી છે. તેને ત્રણ વર્ષ સુધી ચૂંટણી સંબંધિત કોઇ કામ આપવામાં નહીં આવે.

આરોપી ગિરિરાજ સિંહની અસૌટીમાં દુકાન છે. તેનું કહેવું છે કે, તે તો માત્ર મતદાતાઓની મદદ કરી રહ્યો હતો.

Related posts

સાંજના સમયે ખાતા હોય આ વસ્તુઓ તો બંધ કરી દેજો, ધડાધડ વધવા લાગશે વજન

Bansari

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર નહાવાના પાણીમાં ઉમેરી દો આ વસ્તુ, પછી જુઓ કમાલ

Bansari

મોડાસાના બામણવાડ ગામે અનુસૂચિત જાતિના યુવક પર હુમલો, 15 લોકો સામે ફરિયાદ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!