ભાજપ સેન્સ સમક્ષ કાર્યકર્તાઓની રજૂઆત, ‘કિરીટ સોલંકીને રિપીટ ન કરતા’

Kirit Solanki

અમદાવાદ પશ્ચિમ લોકસભા સીટ માટે ભાજપના નિરીક્ષક દ્વાર સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરાઇ છે. પશ્ચિમ લોકસભા વિસ્તારમાં આવતી વિધાનસભાના નેતાઓ અને કાર્યકર્તાઓને ભાજપના નીરિક્ષકોને મળ્યા છે. આ બેઠકના વર્તમાન સાંસદ કિરીટ સોલંકીને બદલવા કાર્યકર્તાઓએ મન બનાવ્યુ છે.

દાણીલીમડા વિધાનસભાના કાર્યકર્તાઓએ નિરીક્ષકોની રજુઆત કરી હતી કે કિરીટ સોલંકીને રિપીટ ન કરવામાં આવે. અને યુવા નેતાને અહીં ચૂંટણી લડાવવામાં આવે. થોડા સમય અગાઉ પણ મણિનગરમાં કાર્યકર્તાઓએ વિરોધ કર્યો હતો. પશ્ચિમ લોકસભા માટે કિરીટ સોલંકી ઉપરાંત આત્મારામ પરમાર, રમણ વોરા, તેમજ રજનીકાંત પટેલ અને અમિત જ્યોતિકર દાવેદારો મનાઇ રહ્યા છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter