GSTV

ભાજપની લીલાઃ ઠાકરેના નામનો વિરોધ કરવા જેનું કટ્ટર વિરોધી હતું એને સન્માન અપાવવા પાડ્યો આ ખેલ

Last Updated on June 13, 2021 by Dhruv Brahmbhatt

મોદી સાથેની મીટિંગ પછી શિવસેના અને ભાજપ એક થશે એવી વાતો વચ્ચે નવી મુંબઈ એરપોર્ટના નામકરણ મુદ્દે ભાજપ અને શિવસેના સામસામે આવી ગયાં છે. ઉધ્ધવ ઠાકરે સરકાર આ એરપોર્ટનું નામ બાળાસાહેબ ઠાકરેના નામ પરથી રાખવા માંગે છે ત્યારે ભાજપે તેનો વિરોધ કરીને એરપોર્ટના નામ સાથે દિનકર બાલુ પાટીલ ઉર્ફે ડી.બી. પાટિલનું નામ જોડવા ચળવળ શરૂ કરી છે.

mumbai-airport

ગિડકો દ્વારા એરપોર્ટ સાથે બાળાસાહેબનું નામ જોડવા ઠરાવ કરી દેવાયો છે

આ પ્રોજેક્ટના અમલીકરણની જવાબદારી સિટી એન્ડ ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (ગિડકો) ના માથે છે. ગિડકો દ્વારા એરપોર્ટ સાથે બાળાસાહેબનું નામ જોડવા ઠરાવ કરી દેવાયો છે.

નવી મુંબઈ બનાવવા જમીન સંપાદનની કામગીરી શરૂ કરાઈ ત્યારે તમામ ખેડૂતોને સંગઠિત કરીને પાટીલે જમીનનું યોગ્ય વળતર અપાવ્યું હતું. પાટિલે મોંઘા ભાવની જમીનો તથા ૪૦ ચોરસ મીટરના પ્લોટ અસરગ્રસ્ત ખેડૂતો અને ખેતમજૂરોને આપવાની સરકારને ફરજ પાડી હતી.

પાટિલ સામ્યવાદી વિચારસરણીને વરેલા પીડબલ્યુપીના સાંસદ હતા. એક સમયે પાટીલનો ભાજપે ઉગ્ર વિરોધ કરેલો. હવે ઠાકરેના વિરોધ માટે ભાજપ પાટીલને સન્માન અપાવવા નિકળ્યો છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

મેઘો અનરાધાર: રાજ્યમાં સતત ત્રીજા દિવસે સૌરાષ્ટ્ર અને દ.ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેર, હજી ચાર દિવસ સાર્વત્રિક વરસાદ યથાવત

pratik shah

ચેતી જજો: રાજ્યમાં ખતરનાક કપ્પા વેરિએન્ટ અને ડેલ્ટા વેરિએન્ટનો પગ પેસારો, બને ત્યાં સુધી બિનજરૂરી બહાર જવાનું ટાળજો

pratik shah

આતંક/ તાલિબાની આતંકવાદીઓની લોહિયાળ રમત, ગજની જિલ્લામાં 43 લોકોની ગોળી મારી કરી હત્યા

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!