GSTV

ભાજપે દિલ્હીમાં ઉતારેલા 40 સ્ટાર પ્રચારકો ધોળા હાથી સમાન સાબિત થયા

Last Updated on February 11, 2020 by Mayur

દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની કારમી હાર થયા બાદ હવે સૌથી મોટો મુદ્દો ભાજપના સ્ટાર પ્રચારકોનો નીકળી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમિત શાહે દિલ્હીને ગમે તે ભોગે જીતવા માટે પોતાના સ્ટાર પ્રચારકોની ફૌજ દિલ્હીમાં ઉતારી દીધી હતી. આ કોઈ પણ નેતાના નામ માત્રથી ભીડ ભેગી થઈ જાય તેવી સ્થિતી હતી. આમ છતાં ભાજપ માટે તમામ સ્ટાર પ્રચારકો ધોળા હાથી સાબિત થયા.

ભાજપના 40 સ્ટાર પ્રચારકોમાં મોદી અને શાહ સિવાય ભાજપના અધ્યક્ષ જે.પી.નડ્ડા, રક્ષામંત્રી રાજનાથ સિંહ, માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી, એબીવીપીના મહાસચિવ બી.એલ.સંતોષ સહિતના નેતાઓનો સમાવેશ થતો હતો. આ સિવાય સ્ટાર પ્રચારકોમાં સ્મૃતિ ઈરાની પણ સામેલ હતી. સ્મૃતિ ઈરાની બંગાળી ભાષા જાણતી હોવાથી દિલ્હીમાં વસતા બંગાળી મતદારોને આકર્ષિત કરવાની ભાજપની રણનીતિ હતી. પણ તે રણનીતિ પણ દિલ્હીની ચૂંટણીમાં ભાજપને જીત નથી અપાવી શકી.

ત્યાં સંતોષ મૂળ દક્ષિણના હોવાના કારણે ભાજપને એવો વિશ્વાસ હતો કે, મયૂર વિહાર જેવા વિસ્તારોમાં તેમને મત મળી જશે. જ્યાં દક્ષિણ ભારતીયોની ખાસ્સી વસતિ છે. જો કે એ સમીકરણ પણ ભાજપનું ઉલટુ સાબિત થયું.

આ રીતે જ દિલ્હીમાં વસતા ભોજપૂરી મતદાતાઓને આકર્ષિત કરવા માટે મનોજ તિવારી અને રવિ કિશન હતા. જેઓ મૂળ બિહાર અને ઉત્તર પૂર્વીય પ્રદેશના છે. સાથે જ પંજાબની ગુરૂદાસપુરથી ભાજપના સાંસદ અને અભિનેતા સની દેઓલ, મથુરાથી ભાજપના સાંસદ અને મશહૂર અભિનેત્રી હેમા માલિની જેવા લોકપ્રિય રાજનેતા કમ કલાકારોને ઉતાર્યા હતા.

આ સિવાય પહાડી વિસ્તારો જેવા કે હિમાચલ પ્રદેશમાંથી આવતા જે.પી.નડ્ડા અને મુખ્યમંત્રી જયરામ ઠાકુર પણ ભાજપની લિસ્ટમાં હતા. ઉતરાખંડના મુખ્યમંત્રી રમેશ કુમાર પોખરીયાલ નિશંક અને અનુરાગ ઠાકુરે મોર્ચો સંભાળ્યો હતો. પણ પ્રવેશ વર્મા અને અનુરાગ ઠાકુરને પ્રચારના ત્રીજા દિવસે તેમના ભડકાઊ ભાષણના કારણે ચૂંટણી પંચે કડક કાર્યવાહી કરવી પડી હતી. બીજી તરફ દિલ્હીમાં અમિત શાહે એડીચોટીનું જોર લગાવ્યું હતું. પણ તેઓ ફાવ્યા નહોતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ છેલ્લે છેલ્લે દિલ્હીમાં પ્રચાર કરવા માટે આવ્યા હતા. ભાજપે પ્રચારમાં કંઈ બાકી ન રાખ્યું હોવા છતાં દિલ્હીમાં તેમના હાથમાં કંઈ ન આવ્યું.

READ ALSO

Related posts

ડ્રેગનની દગાખોરી / એક તરફ વાતચીતનો ઢોંગ, બીજી તરફ સરહદી વિસ્તારમાં સતત કરી રહ્યું છે નિર્માણ કાર્ય

Zainul Ansari

યોગીનો માસ્ટરસ્ટ્રોક / વિધાનસભા ચૂંટણી પહેલા જ આ નિર્ણય લઈને ખેડૂતોને આકર્ષવાનો પ્રયાસ

Pritesh Mehta

Health / સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ છે Green Tea, આનું સેવન કરવાનો સૌથી ઉત્તમ સમય અને શ્રેષ્ઠ રીત જાણો

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!