GSTV

રાજકોટ ભાજપના પ્રદેશ આગેવાન અધિકારીઓની કાર્યપ્રણાલીથી નારાજ, ભ્રષ્ટાચારના આરોપો સાથે સીએમ ભુપેન્દ્ર પટેલને લખ્યો પત્ર

Last Updated on November 29, 2021 by Pritesh Mehta

રાજકોટ ભાજપના પ્રદેશ આગેવાન તંત્રની કાર્યપધ્ધતિથી નારાજ થયા છે. પ્રદેશ આગેવાન ચેતન રામાણીએ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે. જેમાં રેવન્યુ અધિકારીઓની ખોટી ક્વેરી કાઢી તોડ કરતા હોવાનો આક્ષેપ લાગ્યો છે. અલગ અલગ ડોક્યુમેન્ટની માંગણી કરી ખેડૂતોની અરજીઓ નામંજૂર કરવામાં આવતી હોવાનો આક્ષેપ લાગ્યો છે.

ભાજપ

રાજકોટમાં રેવન્યુ વિભાગના અધિકારીઓ સામે જિલ્લાન ખેડૂતોમાં રોષ છે. રાજકોટના માખવાડ ગામના ખેડૂતે મેહુલ ભરવાડે આક્ષેપ લગાવ્યો છેકે તે પોતે ખાતેદાર હોવા છતાં અધિકારીઓ ધક્કા ખવડાવે છે. તેઓએ જ ભાજપના નેતા ચેતન રામાણીને રજૂઆત કરી હતી કે, પોતે ખાતેદાર હોવા છતાં અધિકારીઓ જુના ખાતેદારના પ્રુફ માંગે છે.

જુઓ વીડિયો…

રામાણીએ તંત્રની કાર્યપદ્ધતિ સામે ઉઠાવેલા સવાલને લઈને રાજકોટ ગ્રામ્યના પ્રાંત અધિકારી વિરેન્દ્ર દેસાઈએ સ્પષ્ટતા આપી છે. તેઓએ કહ્યુ કે જમીન માલિક દિનેશ ઠૂંગા હતા. અને જમીન લેનાર વિનોદ અને જયંતિ રામાણી હતી. 60 વર્ષ જુના પ્રમોલગેશનના અધારે ખાતેદાર હોવાના પૂરાવા રજૂ કરાયા નથી. અને તેઓ દ્વારા જે આક્ષેપ થાય તે પાયા વિહોણા છે. પ્રમોલગેશન નોંધમાં અરજદારના બાપ-દાદા વારસાઈથી ખાતેદાર નથી. તે વેંચાણ થી ખાતેદાર બનેલા છે. અને સરકારના ઠરાવ મુજબ, વારસાઈ થી પ્રમોલગેશનમાં નામ આવે તો જ પ્રમાણપત્ર આપી શકાય. છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડ કરો…

MUST READ:

Related posts

મોટા સમાચાર/ ગુજરાત શિક્ષણ બોર્ડે જાહેર કરી ગુજકેટના ફોર્મ ભરવાની તારીખ, જાણો ક્યારે લેવાશે પરીક્ષા

Bansari

કડકાઇ/ કોરોનાના વધતા સકંજા વચ્ચે 27 શહેરોમાં નાઇટ કર્ફ્યૂ, ધંધા-રોજગાર અને લગ્ન સમારંભોના આયોજન માટે નવી ગાઇડલાઇન જાહેર

Bansari

નવાજૂનીનાં એંધાણ/ …..તો ચોક્કસપણે હું રાજકારણમાં આવીશ, ખોડલધામનાં નરેશ પટેલનું સૌથી મોટું નિવેદન

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!