GSTV
Home » News » VIDEO:ઓડિશામાં ધારાસભ્યએ PWDના જુનિયર એન્જીનયરને રસ્તા વચ્ચે ઉઠ-બેસ કરાવતો વીડિયો વાયરલ

VIDEO:ઓડિશામાં ધારાસભ્યએ PWDના જુનિયર એન્જીનયરને રસ્તા વચ્ચે ઉઠ-બેસ કરાવતો વીડિયો વાયરલ

ઓડિશામાં બીજુ જનતા દળ (BJD)ના નવા ધારસભ્યનો એક વીડિયો વાયરલ થયો છે. રાજ્યનાં પટનાગઢનાં ધારસભ્યએ એક સરકારી કર્મચારી પાસે સાર્વજનિક ઉઠ-બેસ કરવા મજબૂર કર્યો હતો.

ધારાસભ્યએ પોતાના ક્ષેત્રમાં રસ્તાઓની ખરાબ ગુણવત્તાને લઈને સરકારી કર્મચારીને આ સજા આપી હતી. ધારાસભ્યનું નામ સરોજ કુમાર છે. આ વીડિયોમાં PWDનો કર્મચારી ઉઠ-બેસ કરતો દેખાઈ રહ્યો છે. બેલપાડા બ્લોકનાં સરકારી કર્મંચારીને કથિત રીતે લોકોની સામે 100 ઉઠ-બેસ કરી હતી.

અને ધારાસભ્યએ આદેશનું પાલન ન કરવા ઉપર કર્મચારીને હિંસાની ધમકી આપી હતી. બાદમાં જ્યારે વિધાયક સરોજ કુમાર સાથે વાતચીત કરી તો તેમણે જણાવ્યુ હતુકે, અમે નિર્માણવાળી આ જગ્યા ઉપર રસ્તાનું નિરીક્ષણ કર્યુ હતુ. અમને ગુણવત્તામાં અસંતોષ દેખાયો હતો.

ત્યારે સ્થાનિક લોકોમાં એન્જીનિયરની સામે આક્રોશ દેખાયો હતો. તેમણે મને સજા આપવા માટે જણાવ્યુ હતુ. મે જે પણ કર્યુ તેનાથી મને દુખ થયુ છે. ઉલ્લેખનીય છેકે, વીડિયો વાયરલ થયા બાદ ધારાસભ્ય આલોચનાના ભયે બદલાયેલાં દેખાયા હતા.

READ ALSO

Related posts

ઉતરાખંડમાં ભારે વરસાદના કારણે અલકનંદા નદી ગાંડીતૂર આમ છતાં લોકો નદી ઓળંગી રહ્યા છે

Mayur

પીએમ મોદી બે દિવસ ભૂતાનના પ્રવાસે, આ વિષયો પર કરશે મહત્વની ચર્ચા

Mayur

આ 5 મહિલા પર આધારિત છે મિશન મંગલ, બે સાયન્ટિસ્ટનો ગુજરાત સાથે છે આ રીતે નાતો

Mayur
Do NOT follow this link or you will be banned from the site!