GSTV
Home » News » ઓરિસ્સામાં બીજેડીએ ભાજપ સામે ફરિયાદ નોંધાવી, આરોપ મૂક્યો 4.5 કરોડ લોકો સાથે કરી છેતરપિંડી

ઓરિસ્સામાં બીજેડીએ ભાજપ સામે ફરિયાદ નોંધાવી, આરોપ મૂક્યો 4.5 કરોડ લોકો સાથે કરી છેતરપિંડી

ઓરિસ્સાના મુખ્યમંત્રી નવીન પટનાયકનાં બીજું જનતા દળ (BJD)એ ભાજપ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં કહેવામાં આવ્યું હતું કે ભાજપે રાજ્યને સ્પેશ્યલ સ્ટેટ્સનો દરજ્જો નહીં આપીને ઓરિસ્સાનાં 4.5 કરોડ લોકો સાથે છેતરપિંડી કરી છે. પોલીસે કહ્યું હતું કે પોતાની ફરિયાદમાં BJDએ જણાવ્યું હતું કે ભાજપે પોતાનાં ચૂંટણી ઢંઢેરામાં ઓરિસ્સાને સ્પેશ્યલ સ્ટેટ્સ આપીશું તેવું વચન પણ આપ્યું નથી.

BJDએ ભાજપને 15 સવાલ પુછ્યા

ગઈકાલે ભાજપ દ્વારા રાજ્ય માટે ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યા બાદ BJDએ કહ્યું હતું કે ભાજપે 2019 ચૂંટણી માટે ઢંઢેરો જાહેર કર્યો છે. જે રીતે 2014માં ચૂંટણી ઢંઢેરો જૂઠ અને ફક્ત જૂઠથી ભરેલ હતો તેમ 2019નો ચૂંટણી ઢંઢરો પણ જૂઠથી ભરેલો છે. BJDએ ભાજપને 15 સવાલ પુછ્યા હતા. વર્ષ 2014માં ભાજપે ચૂંટણી ઢંઢેરામાં ઓરિસ્સાને સ્પેશ્યલ સ્ટેટ્સ આપવાનું વચન આપ્યું હતું તે વર્ષ 2019ના ચૂંટણી ઢંઢેરામાંથી કેમ ગાયબ કરી દેવાયું છે તે સવાલનો પણ સમાવેશ થાય છે.

કેજરીવાલે પણ ભાજપ પર આકરા પ્રહાર કર્યા

ભાજપે પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો હતો. આ ચૂંટણી ઢંઢેરો જાહેર થયા બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. તેઓએ પણ BJD જેવો જ આક્ષેપ કરતાં કહ્યું હતું કે ભાજપે 2014માં દિલ્હીને પૂર્ણ રાજ્ય બનાવીશું તેવું વચન આપ્યું હતું જે નિભાવ્યું નથી તેમજ 2019ના ચૂંટણી ઢંઢેરામાંથી તેને ગાયબ કરી દેવામાં આવ્યું છે.

Related posts

ભારતમાં રવિવારે દિવાળી પણ યુએસમાં ઉજવણી શરૂ થઈ ગઈ, ટ્રમ્પ આ દિવસે મનાવશે દિવાળી

Nilesh Jethva

નવ મહિનાની બિલાડી પર કર્યો વારંવાર રેપ અને પછી મીણ વડે કર્યું એવું કામ કે…

Dharika Jansari

કલયુગના ભગવાનના ઘરે થયો છે લક્ષ્મીજીનો વરસાદ, દરોડામાં એટલું સોનું અને રૂપિયા મળ્યા છે કે…

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!