GSTV

બીજે મેડિકલ કોલેજના ડીન અને તેમના પત્ની બન્યા Coronaનો ભોગ, અન્ય તબીબો પણ સપડાયા

Corona

Last Updated on June 13, 2020 by Arohi

સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં અનેક ડોક્ટરો-સ્ટાફને કોરોના (Corona) થયા બાદ હવે ડીન કચેરી સુધી ચેપ ફેલાયો હોઈ બી.જે.મેડિકલ કોલેજના ડીન પણ કોરોના સંક્રમિત થયા છે. આજે બપોરે તેમનો રિપોર્ટ પોઝિટિવ આવતા ડીન કચેરી સેનેટાઈઝ કરવામા આવી હતી અને તાકીદે ડીનનો ચાર્જ એડિશનલ ડીન ડૉ. જયેશ સચદેને  સોંપવામા આવ્યો હતો.

બી. જે. મેડિકલ કોલેજના ડીન પણ હવે Coronaમાં સપડાયા

ગુજરાતમાં કોરોનાનો પ્રથમ ટેસ્ટ જ્યાં થયો હતો તે બી. જે. મેડિકલ કોલેજના ડીન પણ હવે કોરોનામાં સપડાયા છે. કોલેજના ડીન ડૉ.પ્રણય શાહે કેટલાક લક્ષણો અનુભવાતા ટેસ્ટ કરાવ્યો હતો અને આજે બપોરે તેમનો ટેસ્ટ પોઝિટિવ આવતા તેઓ તાકીદે ડીન ઓફિસ છોડી હોમ કોરોન્ટાઈન થઈ ગયા હતા. તેઓની પત્નીને પણ કોરોના પોઝિટિવ આવ્યો છે.

પૂર્વ ડીન પણ Corona સંક્રમિત થઈ ચુક્યા છે

મહત્વનું છે કે છેલ્લા ત્રણ મહિનાથી સતત કોરોનાની ટેસ્ટ અને સારવારલક્ષી કામગીરીમા લાગેલા મેડિકલ કોલેજ ડીનને સંક્રમણ થવુ સ્વભાવિક છે. આ કોલેજના પૂર્વ ડીન પણ કોરોના સંક્રમિત થઈ ચુક્યા છે. કોલેજ ડીન ઉપરાંત હોસ્પિટલના અન્ય કેટલાક ડોક્ટર અને કોવિડ હોસ્પિટલ સાથે સંકળાયેલા ડોક્ટર પણ  સંક્રમિત થયા હોવાનું જાણવા મળ્યું છે.

Read Also

Related posts

અતિ મહત્વનું! ભૂપેન્દ્ર પટેલની સરકારે ગુજરાત શિક્ષણ સેવા વર્ગ-2ના 168 અધિકારીઓની કરી બદલી

pratik shah

મહેશ સવાણી કાગળનો વાઘ પુરવાર થયાં, આપનું અધ:પતન નોતર્યું : પાટીલ સામે પનો ટૂંકો પડ્યો

pratik shah

સાચવજો/ ગુજરાતની આ 3 બેન્કો નિયમોનું પાલન કરવામાં નિષ્ફળ : RBIએ લાખો રૂપિયાનો દંડ ફટકાર્યો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!