GSTV

ભગવાન રામ પુરૂષ દેવતા છે, અયોધ્યામાં મૂછવાળી મૂર્તિ લગાવો, મહારાષ્ટ્રના આ નેતાએ આપી શિખામણ

અયોધ્યામાં રામ મંદિર નિર્માણને લઈ ગતિવિધિઓ વધી રહી છે, ત્યારે હવે હિંદુત્વવાદી અને વિવાદાસ્પદ નેતા સંભાજી ભિડેએ અજીબો ગરીબ માગ કરી છે. સંભાજી ભિડેએ શ્રીરામ મંદિર તીર્થ ટ્ર્સટને અપીલ કરી છે કે, ભગવાન રામની મૂર્તિ મૂછવાળી લગાવવી જોઈએ.સંભાજી ભિડે કહ્યુ હતું કે, મૂછ વગરના રામ ચિત્રકારો અને મૂર્તિકારોની ઐતિહાસિક ભૂલ છે, જેને હવે સુધારી લેવી જોઈએ.

ભગવાન રામની મૂર્તિ મુછવાળી રાખવી જોઈએ

મહારાષ્ટ્રના સાંગલીમાં પત્રકારો સાથેની વાતચીતમાં ભિડેએ કહ્યું હતું કે, અયોધ્યામાં રામ મંદિર જલ્દીથી બનીને તૈયાર થાય અને ભગવાન રામની મૂર્તિ ત્યાં સ્થાપિત થાય. પણ મારી એક ભલામણ છે કે, રામ એક પ્રેરણાદાયી દેવતા છે. ભગવાન રામ, લક્ષ્મણ અથવા હનુમાન પુરુષ દેવતા છે. મૂછ વગર તેમને બતાવવા તે ચિત્રકારો અને મૂર્તિકારોની ભૂલ છે. આ ભૂલને હવે સુધારવી જોઈએ. અન્યથા મારા જેવા ભક્તોને લાગશે કે મંદિર હોવાનો કોઈ અર્થ જ નથી. આપણે સદીઓ જૂની ભૂલ સુધારવી જોઈએ.

કોરોનાની પરવા કર્યા વગર પાંચ ઓગસ્ટે જશ્ન મનાવો

ભિડેએ કહ્યું કે, કોરોનાની પરવા કર્યા વગર પાંચ ઓગસ્ટના રોજ ભવ્ય રીતે જશ્ન મનાવવો જોઈએ. ભિડેએ કહ્યું હતું કે, કોરોના નબળા હિન્દુની માનસિકતાની નિશાની છે. લોકડાઉનનો કોઈ અર્થ નથી. દવા, સારવાર આપવી જોઈએ, પણ આજે જે દેશમાં હાલત છે તે સારી નથી. આ આપણા શાસકોએ લીધેલો ખોટો નિર્ણય છે. એટલા માટે આપણે જશ્ન મનાવવાની આ ક્ષણને જવા દેવી જોઈએ નહીં.

READ ALSO

Related posts

HIVથી બચી ઇતિહાસ સર્જનારને આ રોગ ભરખી ગયો, 54 વર્ષે જ થઈ ગયું મોત

pratik shah

કોને ફરિયાદ કરવી/ મહિલા પોલીસ મથકના કોન્સ્ટેબલે કરી ફરિયાદ કે ઈન્ચાર્જ અયોગ્યપણે ગમે ત્યાં કરે છે અડપલાં

Bansari

સિલ્વર લેક, કેકેઆર પછી વધુ એક કંપની કરશે રિલાયન્સ રિટેલમાં રોકાણ, 3675 કરોડમાં ખરીદશે 0.84 % હિસ્સો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!