અમેરિકી ડૉલરની સરખામણીએ રૂપિયામાં આવી રહેલી નરમાઈથી રોકાણકારોને ફાયદો ઓછો પરંતુ નુકસાન વધારે થઈ રહ્યું છે. ડૉલરની સરખામણીએ ચીન પણ પોતાની કરન્સી યુઆનનું મૂલ્યાંકન કરી માર્કેટમાં પોતાની પક્કડ મજબૂત બનાવી રહ્યું છે. એવામાં રોકાણકારોએ સરકારને આગ્રહ કર્યો છે કે રૂપિયાને તૂટતો અટકાવવા માટે તાત્કાલિક હસ્તક્ષેપ કરો અને ડૉલરની સરખાણીએ રૂપિયાને સ્થિર કરવા ઉપાય કરાય.
રોકાણકારોનું માનવુ છે કે કરન્સીની સ્થિરતાથી જ ઉદ્યોગ સાહસિકોનો વ્યાપાર શાનદાર રીતે ચાલી રહ્યો છે. મહત્વનું છે કે ડૉલરની સરખાણીએ રૂપિયો 63.46ના સ્તર પર સ્તર પર હતો. જે હવે નીચે જઈને 73 સુધી પહોંચી ગયો છે. સુધારો થયો હોવા છતાં 72ની ઉપર સ્થિર છે. રૂપિયાના મૂલ્યાંકનથી વિદેશી માર્કેટમાં રોકાણકારો માટે સંભાવના વધી ગઈ છે, પરંતુ એપ્રિલથી લઈને અત્યાર સુધી ચીને પણ પોતાની કરન્સી યુઆનનું લગભગ નવ ટકા મૂલ્યાંકન કર્યુ છે. એપ્રિલથી અત્યાર સુધી રૂપિયાની પણ કિંમત 11-12 ટકા ઘટી ગઈ છે. અમેરિકા-ચીનની વચ્ચે ટ્રેડ વૉર પહેલા વિદેશી બજારોમાં ચીનની નિકાસ પણ યથાવત છે. જેનો મુકાબલો ભારતીય રોકાણકારો કરી શકતા નથી.
એન્જિનિયરિંગ એક્સપર્ટ પ્રમોશન કાઉન્સિલમાં બાઈસાઈકલ પેનલના સંયોજક પ્રદીપ અગ્રવાલનું કહેવુ છે કે જે રોકાણકારોએ લાંબા કોન્ટ્રાક્ટ આપ્યા છે તેને કરન્સીના નફાનો લાભ થઈ રહ્યો છે, આવા રોકાણકારોની સંખ્યા લગભગ 15-20 ટકા છે, જ્યારે વધારાના રોકાણકારો માટે દરેક નિકાસ ઓર્ડરનો અલગ દર નક્કી છે, આવા રોકાણકારો માટે મુશ્કેલ છે. જેનાથી વિદેશી ખરીદદાર કરન્સીમાં કડાકાને પગલે મૂલ્ય ઘટાડવાની માંગ કરી રહ્યાં છે.
કાચા માલની ગતિથી વધી રહ્યો છે ઉત્પાદન ખર્ચ:
ફેડરેશન ઑફ ઈન્ડિયન એક્સપોર્ટસ ઓર્ગેનાઈઝેશન (ફીયો)ના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ એસસી રલ્હનનું કહેવુ છે કે રોકાણકારોને કરન્સીમાં કડાકાનો લાભ ઓછો અને નુકસાન વધારે થઈ રહ્યું છે. એક તરફ કાચા માલના દર વધી રહ્યાં છે. એક વર્ષમાં સ્ટીલ 45 ટકા સુધી મોંઘુ થઈ ગયુ છે, જ્યારે કેમિકલની કિંમત પણ વધતી જઈ રહી છે.