GSTV
Health & Fitness Life Trending

નખ ચાવવું સ્વાસ્થ્ય પર ભારે પડી શકે છે! થઈ શકે છે આ નુકસાન, જાણો

ઘણા લોકોને નખ ચાવવાની આદત હોય છે. તેઓ વારંવાર મોંમાં આંગળીઓ નાખે છે અને તેમના નખ ચાવવા લાગે છે. આ આદત આમ ખુબ જ સામાન્ય લાગે છે પરતું તમારા શરીર માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. નખ ચાવવાથી સ્વાસ્થ્યને ઘણા નુકસાન થઈ શકે છે. તો ચાલો જાણીએ કે નખ કેમ નમ ચાવવા જોઈએ અને તેનાથી શું સમસ્યા થઈ શકે છે.

ફંગલ ઈન્ફેક્શન

નખને સાફ કરવાનો તમે ગમે તેટલો પ્રયાસ કરો, પરંતુ તેની અંદર ગંદકી ભરાઈ જાય છે. તેમને ચાવવાથી તેમાં રહેલા બેક્ટેરિયા મોંની અંદર અને પછી પેટની અંદર પહોંચી શકે છે. જેના કારણે ઘણી બીમારીઓ થઈ શકે છે

પાચન માટે છે ખરાબ

નખ ચાવવાથી બેક્ટેરિયા માત્ર મોંમાં જ નહીં પણ પેટમાં પણ પહોંચે છે. ખતરનાક બેક્ટેરિયા તમારા પાચન તંત્રને નુકસાન પહોંચાડી શકે છે. નખ ચાવવાથી પાચન સંબંધી સમસ્યાઓ થઈ શકે છે.

દાંતને નુકસાન

નખ કરડવાથી દાંતને નુકસાન થઈ શકે છે. વાસ્તવમાં નખ સખત હોય છે અને તેને ચાવવાથી દાંતને નુકસાન થવાનું જોખમ છે. વધુ પડતા નખ ચાવવાથી દાંતના આકાર પર પણ અસર પડી શકે છે. દાંત ચાવવાથી પેઢા પર પણ ખરાબ અસર પડે છે.

આંગળીઓ પર અસર

વધુ પડતા નખ ચાવવાથી તમારી આંગળીઓને પણ પ્રભાવિત કરી શકે છે. નખની સાથે આંગળીઓ પણ મોંમાં જાય છે અને ચાવવામાં આવે છે. જેના કારણે આંગળીઓ ડ્રાય થઈ શકે છે. તેમાં રક્તસ્રાવ અને બળતરાની સમસ્યા થઈ શકે છે.

Also Read

Related posts

જમ્મુ કાશ્મીરમાં વિદેશી મૂડી રોકાણ વધ્યું, રેકોર્ડ તોડ દોઢ કરોડથી વધુ પ્રવાસીઓએ લીધી મુલાકાત

Vishvesh Dave

SCOની બેઠકમાં ખોટો નકશો લઈને આવ્યું પાકિસ્તાન, ભારતે કહ્યું ‘નકશો સુધારો, નહીં તો દૂર રહો’

Vishvesh Dave

તૂટેલા દાંતવાળી કોમેડી સર્કસની નાનકડી ગંગુબાઇ યાદ છે ? ફોટો જોઇને ઓળખી પણ શકશો નહી

Vishvesh Dave
GSTV