GSTV

Health Tips: ડાયાબિટીઝથી લઇને કેન્સર જેવા રોગમાં અતિ ફાયદાકારક છે કારેલું, ખાવાના એક નહીં અઢળક છે ફાયદાઓ

Last Updated on January 26, 2021 by Mansi Patel

કારેલું એના કડવા સ્વાદ માટે જાણીતું છે. કડવું કારેલું એ તંદુરસ્ત સ્વાસ્થ્ય લાભ માટે પણ અતિ પ્રખ્યાત છે. વજન ઓછું કરવા માટે લોકો કડવા કારેલાનો જ્યુસ પીવે છે. કારેલું એકંદરે આરોગ્ય, ત્વચા, વાળ અને આંખો માટે ફાયદાકારક છે. જેના ખાવાથી કેન્સર અને ડાયાબિટીઝનું જોખમ પણ ઘટી શકે છે.

ડાયાબિટીસમાં મદદરૂપ છે

કારેલું એ બંને પ્રકારનાં I અને  II ડાયાબિટીઝમાં બ્લડ સુગરનું સ્તર ઘટાડે છે. ડાયાબિટીઝના દર્દીઓને સલાહ આપવામાં આવે છે કે દરરોજ એક ગ્લાસ કડવા કારેલાનો જ્યુસ પીવો જોઈએ.

સ્વસ્થ ત્વચા અને વાળ જાળવવામાં મદદ કરે છે

કડવું કારેલું એન્ટી એકિસડન્ટ અને વિટામિન એ અને સીથી ભરપુર છે જે ત્વચા માટે સારું છે. તે ખીલ અને ત્વચાની સમસ્યાઓ દૂર કરે છે. વાળ ખરવાની સમસ્યાઓમાં પણ કડવું કારેલુ અતિ ફાયદાકારક છે.

કેન્સરનું જોખમ ઘટાડે છે

કારેલું એ રોગપ્રતિકારક શક્તિને વધારે છે અને એલર્જી અને ચેપને અટકાવે છે. તેના નિયમિત સેવનથી કેન્સરનું જોખમ ઓછું થઈ શકે છે.

વજન ઘટાડવામાં મદદગાર

કારેલામાં કેલરી ઓછી હોય છે અને ફાઇબરથી ભરપૂર હોય છે. તે ચરબીના કોષોની રચના અને વિકાસને અટકાવે છે. જે શરીરમાં ચરબીના સંચય માટે જવાબદાર છે. તેમાં હાજર એન્ટી ઓકિસડન્ટ શરીરને ડિટોક્સિફાય કરવામાં મદદ કરે છે જે વજનને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે.

પાચન સુધારે છે

કારેલામાં ફાઇબરનું પ્રમાણ વધારે હોય છે. તેનાથી કબજિયાતમાં રાહત મળે છે. કબજિયાતવાળા લોકોએ નિયમિત રીતે કારેલાનું શાક ખાવું જોઈએ.

હૃદય સ્વાસ્થ્ય માટે સારું છે

કારેલું એલડીએલ (ખરાબ કોલેસ્ટરોલ) ઘટાડે છે અને હાર્ટ એટેકનું જોખમ ઘટાડે છે.

READ ALSO

Related posts

મ્યુનિ. કોર્પોરેશનનું અણધડ આયોજન, કોટ વિસ્તારમાં AMTSના અનેક પીકઅપ સ્ટેન્ડ ગાયબ થઈ ગયા!

Harshad Patel

આત્મનિર્ભરતા / સરકારી અધિકારીઓ ફીફા ખાંડતા રહ્યા, ખેડૂતોએ પાંચ લાખ ખર્ચીને બે કિલોમીટરનો રસ્તો જાતે તૈયાર કર્યો

pratik shah

Agrotechnology / મગફળીના મબલખ ઉત્પાદનમાં મદદ કરશે આ બેક્ટેરીયા, ગુજરાતની આ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓનું નવું સંશોધન

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!