GSTV

ક્રિપ્ટોકરન્સી/ બિટકોઈનના ભાવમાં ફરી ઉછાળો : માર્કેટ કેપ વધી 650 અબજ ડોલરને પાર

બિટકોઈન

Last Updated on July 4, 2021 by Bansari

ક્રિપ્ટો કરન્સીની વિશ્વબજારમાં આજે તેજી આવતાં ભાવમાં સરેરાશ 4થી 8 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. બજારમાં આજે નવું બાઈંગ જોવા મળ્યું હતું. અમેરિકામાં જોબગ્રોથ વધવા છતાં ત્યાં બેરોજગારીનો દર પણ ઉંચો જતાં ત્યાં સરકાર દ્વારા બોન્ડ બાઈંગ ચાલુ રહેવાની ગણતરી વચ્ચે વિશ્વબજારમાં બોન્ડ યીલ્ડ તથા ડોલરનો ઈન્ડેક્સ ઉંચેથી નીચો ઉતરતાં તેના પગલે ક્રિપ્ટો કરન્સી બજારમાં આજે ઘટયા મથાળે નવી લેવાલી નિકળી હોવાનું બજારના સૂત્રો જણાવી રહ્યા હતા.

બિટકોઈન

સિક્યુરીટી ઓડીટ કંપનીએ ક્રિપ્ટો ખરીદવા 53 લાખ ડોલર ઉભા કર્યા : જોકે બિટકોઈનનું ઉત્પાદન પણ વધી રહ્યાના સંકેતો

એક જાણીતી વૈશ્વિક ઓડીટ કંપનીએ ક્રિપ્ટો કરન્સીની બ્લોક ચેઈનમાં રોકાણ કરવા આશરે 53 લાખ ડોલરનું ભંડોળ ઉભું કર્યાના નિર્દેશોની પણ બજાર પર આજે પોઝીટીવ અસર જણાઈ હતી. દરમિયાન, બિટકોઈનના ભાવ આજે નીચામાં 33067થી 33068 ડોલર થયા પછી ઉંચામાં ભાવ 34805થી 34806 ડોલર થઈ 34690થી 34691 ડોલર રહ્યા હતા.

બિટકોઈનમાં આજે ટ્રેડીંગ વોલ્યુમ 23થી 24 અબજ ડોલર થયું હતું તથા બજાર ભાવ ઉંચકાતાં બિટકોઈનનું માર્કેટ કેપ આજે 624થી 625 અબજ ડોલરથી વધી 650થી 651 અબજ ડોલર થઈ રહ્યું હોવાનું બજારના જાણકારોએ જણાવ્યું હતું.

દરમિયાન, બિટકોઈનની મોટી માઈનિંગ કંપની મેરેથોન ડિજીટલના જણાવ્યા મુજબ તેનું બિટકોઈનનું ઉત્પાદન આશરે16થી17 ટકા વધ્યું છે. આ જોતા આગળ ઉપર ક્રિપ્ટો કરન્સી બજારમાં બિટકોઈનનો પુરવઠો વધવાની તથા ભાવ દબાણ હેઠળ રહેવાની શક્યતા પણ જાણકારો આજે બતાવી રહ્યા હતા.

બિટકોઇન

વિશ્વબજારમાં બોન્ડ યીલ્ડ તથા ડોલર ઈન્ડેક્સમાં ઘટાડો

બિટકોઈનમાં હવે ઉંચામાં 35 હજાર ડોલર તથા નીચામાં 30 હજાર ડોલરની સપાટી મહત્ત્વની મનાઈ રહી છે. દરમિયાન, અન્ય ક્રિપ્ટો કરન્સીમાં આજે ઈથેરના ભાવ નીચામાં 2061થી 2062 ડોલર થયા પછી ભાવ વધી ઉંચામાં 2235થી 2236 ડોલર થઈ 2233થી 2234 ડોલર રહ્યા હતા.

ઈથેરમાં આજે ટ્રેડીંગ વોલ્યુમ 21થી 22 અબજ ડોલર થયું હતું તથા માર્કેટ કેપ 241થી 242 અબજ ડોલરથી વધી 260થી 261 અબજ ડોલર થયું હતું. કારનેડો કરન્સીમાં તાજેતરમાં વોલ્યુમમાં વધ્યાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું. કારનેડોના ભાવ આજે નીચમાં134 સેન્ટ તથા ઉંચામાં144 સેન્ટ થઈ142 સેન્ટ રહ્યા હતા.

કારનેડોના ભાવ આજે પાંચ ટકા વધ્યા હતા જ્યારે ઈથેરના ભાવ 7થી 8 ટકા તથા બિટકોઈનના ભાવ 3થી 4 ટકા વધ્યા હતા. કારનેડોમાં આજે 3થી 4 અબજ ડોલરનું ટ્રેડીંગ થયું હતું તથા માર્કેટ કેપ વધી 45થી 46 અબજ ડોલર નોંધાયું હતું.

Read Also

Related posts

સરકારી કર્મચારીઓ માટે ખુશીના સમાચાર : ફેમિલી પેન્શનમાં સરકારે આપ્યો વધારો, જાણો શું રહેશે નિયમો અને શરતો…?

Zainul Ansari

Corona / કોરોના વિરૃદ્ધ ગુજરાતીઓમાં કેમ બની વધુ એન્ટિબોડીઝ? વૈજ્ઞાનિકોએ રહસ્ય પરથી ઉઠાવ્યો પડદો

Vishvesh Dave

Photos / મિલાન ફેશન વીકમાં રજૂ થયા ચિત્ર-વિચિત્ર વસ્ત્રો, જૂઓ ફેશનની લેટેસ્ટ તસવીરો

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!