GSTV

ક્રિપ્ટો કરન્સી બજારમાં મંદીનો દોર, બજારભાવ ગબડતાં બિટકોઈનનું માર્કેટ કેપ 600 અબજ ડોલરની અંદર

Last Updated on June 27, 2021 by Dhruv Brahmbhatt

ક્રિપ્ટો કરન્સીની વૈશ્વિક બજારમાં આજે ભાવમા ઘટાડાનો દોર આગળ વધ્યો હતો. તૂટતા ભાવોએ બજારમાં નવું બાઈંગ ધીમું હતું તથા બાયરો બજાર સ્થિર થાય તેની રાહ જોઈ રહ્યાં હતાં. બિટકોઈનના ભાવ આગળ ઉપર વધુ ઘટશે એવી આગાહી છાશવારે થઈ રહી હોવાથી બજારમાં નવી લેવાલી મર્યાદિત રહ્યાનું જાણકારોએ જણાવ્યું હતું.

bitcoin

બિટકોઈનના ભાવ આજે રૂ. 33226થી 33227 ડોલરવાળા ઊંચામાં 33441થી 33442 ડોલર થયા પછી નીચામાં ભાવ તૂટી 30 હજારની નજીક ઉતરી 30190થી 30191 જ ડોલર થઈ 30895થી 30896 ડોલર રહ્યાં હતાં.

વેપાર વોલ્યુમ આજે 41થી 42 અબજ ડોલર થયું હતું પરંતુ આમાં વેચનારા વધુ તથા લેનારા ઓછા રહ્યાં હતાં. બજારભાવ ગબડતાં આજે બિટકોઈનનું માર્કેટ કેપ 622થી 623 અબજ ડોલરથી ગબડી 700 અબજની અંદર ઉતરી 579થી 580 અબજ ડોલરના મથાળે પહોંચી ગયું હોવાનું વિશ્વબજારના જાણકારોએ જણાવ્યું હતું.

cryptocurrency

ક્રિમીનલ એક્ટિવિટીમાં કરન્સીનો વપરાશ ઘટાડવા અમેરિકાના જસ્ટીસ ડિપાર્ટમેન્ટનો સંકેત

દરમિયાન, અમેરિકાના જસ્ટીસ ડિપાર્ટમેન્ટે ક્રિમીનલ એક્ટિવિટીમાં ક્રિપ્ટો કરન્સીનો વપરાશ ઘટાડવા તથા આવી પ્રવૃત્તિ પર અંકુશ આણવા નવા કડક કાયદાઓ બનાવવાનો સંકેત આપ્યો છે અને તેની અસર પણ બજાર પર આજે જોવા મળી હતી.

ટવીટરના અધ્યક્ષ તથા ટેસ્લાના અધ્યક્ષ વચ્ચે જુલાઈ મહિનામાં બિટકોઈનના વિષય પર આધારીત ચર્ચાસત્ર- ડિબેટ યોજવામાં આવશે એવા સમાચાર આજે મળ્યા હતા. બિટકોઈન પાછળ આજે વિશ્વબજારમાં અન્ય ક્રિપ્ટો કરન્સીઓના ભાવ પણ દબાણ હેઠળ રહ્યા હતા. 

ઈથેરના ભાવ આજે 1869થી 1870 ડોલરવાળા ઉંચામાં 1873થી 1874 ડોલર તથા નીચામાં ભાવ 1719થી 1720 ડોલર થઈ 1745થી 1746 ડોલર રહ્યા હતા. ઈથેરમાં આજે 27થી 28 અબજ ડોલરનું ટ્રેડીંગ વોલ્યુમ થયુ ંહતું તથા માર્કેટ કેપ 217થી 218 અબજથી ઘટી 203થી 204 અબજ ડોલર થયાના નિર્દેશો હતા. અમેરિકામાં ફુગાવાનો વૃધ્ધિ દર અપેક્ષાથી ઓછો આવતાં તેની અસર પણ આજે ક્રિપ્ટો કરન્સી બજાર પર વર્તાઈ રહી હતી.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

સરકારી કર્મચારીઓ માટે ખુશીના સમાચાર : ફેમિલી પેન્શનમાં સરકારે આપ્યો વધારો, જાણો શું રહેશે નિયમો અને શરતો…?

Zainul Ansari

UNSCમાં પીએમ મોદીનું સંબોધન/ ભારતનો વિકાસ થાય છે ત્યારે દુનિયા બદલાય છે, નામ લીધા વગર પાકિસ્તાન પર કર્યો પ્રહાર

Pritesh Mehta

માઠા સમાચાર / 1 ઓક્ટોબરથી સેલરીમાં થઈ શકે છે ઘટાડો! અન્ય ફેરફારો થવાની પણ શક્યતા, જાણો સરકારના નવા અધિનિયમ વિશે

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!