GSTV

ક્રિપ્ટો કરન્સીની વિશ્વ બજારમાં તેજી, બિટકોઈનના ભાવ 3000 ડોલર ઉછળી 36000 ડોલરની સપાટી કુદાવી ગયા

ક્રિપ્ટો

Last Updated on June 30, 2021 by Damini Patel

ક્રિપ્ટો કરન્સીની વિશ્વ બજારમાં તેજી આગળ વધી હતી. વિશ્વ બજારમાં આજે એક તરફ સોનાના ભાવ તૂટી રહ્યા હતા ત્યારે બીજી તરફ બિટકોઈનના ભાવમાં 5થી 6 ટકાનો ઉછાળો આવતાં ભાવ વધી ઉંચામાં 36 હજાર ડોલરની સપાટી પાર કરી જતાં બાઈંગ વધ્યું હતું અને હવે ખેલાડીઓની નજર 40 હજાર ડોલરના ભાવ પર ઠરી હતી, એવું બજારના સૂત્રોએ જણાવ્યું હતું.

ટેસ્લાના એલન મસ્કના જન્મદિવસ ટાંકણે ક્રિપ્ટો કરન્સીઓ ઉછળતી જોવા મળી હતી. અમેરિકામાં જોબગ્રોથના આંકડા સારા આવવાની આશાએ ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ ઝડપી ઉંચકાયો હતો અને તેની અસર પણ ક્રિપ્ટો કરન્સી બજાર પર આજે પોઝીટીવ જોવા મળી હતી.

બિટકોઈન

બિટકોઈનના ભાવ નીચામાં 33976થી 33977 ડોલર થયા પછી ભાવ ઝડપી ઉછળી ઉંચામાં 36409થી 36410 ડોલર થઈ 36281થી 36282 ડોલર રહ્યા હતા. બિટકોઈનમાં આજે ટ્રેડિંગ વોલ્યુમ વધી 34થી 35 અબજ ડોલરનું થયું હતું. તથા ભાવ ઉછળતાં માર્કેટ કેપ 644થી 645 અબજ ડોલરથી વધી 680થી 681 અબજ ડોલર થઈ ગયું હતું.

ચીન દ્વારા બિટકોઈનના માઈનિંગ પર અંકુશો લદાતાં વિશ્વ બજારમાં બિટકોઈનની અછત સર્જાશે એવી શક્યતા પણ બજારનો અમુક વર્ગ આજે બતાવી રહ્યો હતો. જો કે બ્રિટને ક્રિપ્ટો એક્સચેન્જો સામે લાલ આંખ કરતાં બજારમાં ઉંચા મથાળે આજે તેજીને અનુસરવા સાવચેતીનો સૂર પણ જણાયો હતો

દરમિયાન બિટકોઈન પાછળ આજે અન્ય ક્રિપ્ટો કરન્સીઓના ભાવ પણ ઉછળતા જોવા મળ્યા હતા. ઈથેરના ભાવ આજે નીચામાં 2010થી 2011 ડોલર થયા પછી ઉંચામાં ભાવ 2234થી 2235 ડોલર થઈ 2228થી 2229 ડોલર રહ્યા હતા. ઈથેરમાં આજે ભાવમાં 10થી 11 ટકાની તેજી આવી હતી તથા ટ્રેડિંગ વોલ્યુમ પણ વધી 30થી 31 અબજ ડોલર થયું હતું.

બજાર ભાવ ઉછળતાં ઈથેરનું માર્કેટ કેપ આજે 234થી 235 અબજ ડોલરથી વધી 259થી 260 અબજ ડોલર થયું હતું. દરમિયાન, એક્સઆરપીના ભાવ આજે નીચામાં 63થી 64 સેન્ટ થયા પછી ઉંચામાં ભાવ 73થી 74 સેન્ટ થઈ 72થી 73 સેન્ટ રહ્યા હતા. તથા માર્કેટ કેપ 63થી 64 અબજથી વધી 72થી 73 અબજ ડોલર થયું હતું. વોલ્યુમ 21 લાખ ડોલરનું નોંધાયું હતું.

Read Also

Related posts

Desi Jugaad : ખેડૂતે ખેતરમાં લગાવ્યું આટલું જબરદસ્ત ઉપકરણ, જોયા પછી તમે પણ બોલી ઉઠશો ‘ક્યા બાત હૈ’

Vishvesh Dave

સક્સેસ સ્ટોરી / પિતા શેરી-શેરીમાં જઈને વહેંચતા હતા કપડાં, પુત્રએ આઈએએસ બનીને બદલ્યું પિતાનું જીવન

Zainul Ansari

Adulteration in Cooking Oil : તમારા રસોઈ તેલમાં હોઈ શકે છે આ ઝેરીલી ભેળસેળ , આવી રીતે કરો શુદ્ધતાની કસોટી

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!