GSTV
Home » News » VIDEO:લંડનમાં બિટકોઈન ATMમાંથી નીકળવા લાગ્યા પાઉન્ડ, લોકો બેગ ભરીને લઈ ગયા

VIDEO:લંડનમાં બિટકોઈન ATMમાંથી નીકળવા લાગ્યા પાઉન્ડ, લોકો બેગ ભરીને લઈ ગયા

ઘણીવાર એવું થાય છેકે, ATMમાં પૈસા નીકળવા માટે જઈએ અને નોટો અંદર જ રહી જાય છે. પરંતુ જરા વિચારો કે આ ATM જો જાતે જ નોટો કાઢવા લાગે તો શું થશે? લંડનનાં એક રેલવે સ્ટેશન પર લાગેલાં એટીએમમાં કંઈક આવો જ નજારો જોવા મળ્યો હતો. અહીંયા લગાવેલાં બિટકોઈન મશીનમાંથી અચાનક જ 20 પાઉન્ડની નોટો બહાર આવવા લાગી હતી.

મશીનમાંથી નોટો નીકળવાનો આ વીડિયો લંડનનાં બૉન્ડ સ્ટ્રીટ ટ્યૂબ સ્ટેશનનો છે એવું કહેવાઈ રહ્યુ છે. ધ સનના અહેવાલ મુજબ, લંડનનાં બોન્ડ સ્ટ્રીટ ટ્યૂબ સ્ટેશન ઉપર લાગેલાં બિટકોઈન મશીનમાંથી 20 પાઉન્ડની નોટો નીકળતી દેખાઈ હતી. 20 સેકન્ડનાં આ વીડિયોમાં દેખાઈ રહ્યુ છેકે, જેવી એટીએમમાંથી 20 પાઉન્ડની નોટો નીકળવાની શરૂ થઈ કે, તરતજ હાજર સિક્યોરિટી ગાર્ડે આખા એટીએમને કવર કરી દીધુ હતુ.

વીડિયોમાં ચોખ્ખુ દેખાઈ શકે છેકે, ATMની પાસે ઉભેલો એક શખ્સ નોટો એકત્ર કરી રહ્યો છે. અને કાળા રંગની બેગમાં નાખી રહ્યો છે. વીડિયો અપલોડ કર્યા બાદ ઘણા બધા લોકોએ તેને શેર કર્યો છે. ધ સનનાં અહેવાલ મુજબ ફૂટેજ જોઈને લાગી રહ્યુ છેકે, મશીન જેકપોટિંગ બગની પકડમાં આવ્યુ હશે, તેને કારણે આટલી ઝડપથી નોટો નીકળવા લાગી હતી.

ડેઈલી મેલના રિપોર્ટ મુજબ મશીન લગાવનારી પોલિશ કંપનીએ દાવો કર્યો છેકે,કોઈએ મશીનમાંથી એકસાથે ઘણા બધા રૂપિયા કાઢવાના પ્રયાસો કર્યા હશે. આજ કારણે મશીન આટલા ઝડપથી રૂપિયા કાઢવા લાગ્યુ હતુ. બિટકોઈનનાં માલિક અને સીઈઓ એડમ ગ્રામોવ્હિસ્કીએ કહ્યુકે, જોઈને લાગી રહ્યુ છેકે, મશીનમાં UKના નાના નોટ્સ રાખવામાં મુશ્કેલી થઈ રહી હશે.

READ ALSO

Related posts

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દર્દીનાં સગાએ ડોક્ટરને લાફો મારતા તબીબો હડતાલ પર ઉતર્યા

Path Shah

#SareeTwitter: મેનકા માટે નેહરુએ જેલમાં ગૂંથી હતી સાડી! PHOTO થયો વાયરલ

Path Shah

કર્ણાટકનો કિલ્લો જીતવા ભાજપ તત્પર, યેદિયુરપ્પા ગુરૂવારે CM પદનાં શપથ ગ્રહણ કરે તેવી શક્યતા

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!