GSTV

બિટકોઈન તથા ઈથેરના ભાવમાં ઘટાડો, એલન મસ્કે બિટકોઈનથી હૃદયભંગ થયાનો સંકેત આપ્યો

બિટકોઈન

Last Updated on June 6, 2021 by Damini Patel

ક્રિપ્ટો કરન્સીની વૈશ્વિક બજારમાંં ભાવમાં ઘટાડાનો પવન ફૂંકાતો રહ્યો હતો. નીચા ભાવથી ઉછાળા આવે ચે પણ ટકતા નથી એવું બજારના જાણકારોએ જણાવ્યું હતું. અમેરિકામાં જોબગ્રોથના આંકડા અપેક્ષાથી નબળા આવતાં તથા તેના પગલે ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ ઉંચેથી ફરી નીચો ઉતરતાં તેની અસર પણ ક્રિપ્ટો કરન્સી બજાર પર જોવા મળી હતી.

બિટકોઈનના ભાવ ઉંચામાં 37956થી 37957 ડોલર તથા નીચામાં ભાવ 37361થી 35362 ડોલર થઈ 35915થી 35916 ડોલર રહ્યા હતા. શુક્રવારે ઉંચામાં ભાવ 39285થી 39290 ડોલર સુધી ઉછળ્યા હતા. પરંતુ ત્યારબાદ ભાવ ફરી ગબડતા જોવા મળ્યા છે.

એલન મસ્કનો સંકેત

ટેસ્લાના અધ્યક્ષ એલન મસ્કે બિટકોઈન સાથે જાણે બ્રેકઅપ થઈ ગયું હોય એવો હૃદયભંગ દર્શાવતો ઈમોજી ટ્વીટર પર રજૂ કરતાં બિટકોઈનના ભાવ દબાણ હેઠળ રહ્યા હોવાનું વિશ્વબજારના સૂત્રોએ ઉમેર્યું હતું. આજ બિટકોઈનમાં 34થી 35 અબજ ડોલરનું ટ્રેડિંગ થયું હતું તથા માર્કેટ કેપ આશરે 20 અબજ ડોલર ઘટી 672થી 673 અબજ ડોલર થયાના નિર્દેશો હતા.

દરમિયાન, અન્ય ક્રિપ્ટો કરન્સીઓમાં આજે ઈથેરના ભાવ ઉંચામાં 2820થી 2821 ડોલર તથા નીચામાં ભાવ 2605થી 2606 ડોલર થઈ 2627થી 2628 ડોલર રહ્યા હતા. ઈથેરમાં શનિવારે 34થી 35 અબજ ડોલરના વોલ્યુમ વચ્ચે માર્કેટ કેપ ઘટી 305થી 306 અબજ ડોલર નોંધાયું હતું. ઈથેરના ભાવ શુક્રવારે ઉંચામાં 2870થી 2875 ડોલર સુધી પહોંચ્યા હતા.

દરમિયાન, એન્ટી વાયરસ સર્વિસ પ્રોવાઈડર નોર્ટનના જણાવ્યા મુજબ ઈથેરના માઈનિંગ માટેના ફીચર્સ રોલઆઉટ કરવામાં આવનાર છે. દરમિયાન, ડોજેકોઈનના ભાવ આજે ઉંચામાં 39થી 40 સેન્ટ તથા નીચામાં ભાવ 35થી 36 સેન્ટ થઈ 37થી 38 સેન્ટ રહ્યા હતા.

ડોજેકોઈનમાં આજે 54થી 55 લાખ ડોલરનું ટ્રેડિંગ થયું હતું તથા માર્કેટ કેપ 48થી 49 અબજ ડોલર નોંધાયું હોવાનું બજારના જાણકારોએ જણાવ્યું હતું. બિટકોઈનમાં હવે નીચામાં 35 હજાર ડોલર તથા ઉંચામાં 40 હજાર ડોલરની સપાટી મહત્ત્વની મનાઈ રહી હોવાનું સૂત્રોએ ઉમેર્યું હતું.

Read Also

Related posts

Desi Jugaad : ખેડૂતે ખેતરમાં લગાવ્યું આટલું જબરદસ્ત ઉપકરણ, જોયા પછી તમે પણ બોલી ઉઠશો ‘ક્યા બાત હૈ’

Vishvesh Dave

સક્સેસ સ્ટોરી / પિતા શેરી-શેરીમાં જઈને વહેંચતા હતા કપડાં, પુત્રએ આઈએએસ બનીને બદલ્યું પિતાનું જીવન

Zainul Ansari

Adulteration in Cooking Oil : તમારા રસોઈ તેલમાં હોઈ શકે છે આ ઝેરીલી ભેળસેળ , આવી રીતે કરો શુદ્ધતાની કસોટી

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!