GSTV
Home » News » વિરાટ ટીમ ઇન્ડિયાનો અડધો જ કેપ્ટન, મહેન્દ્ર સિંહ ધોની વિના પાંગળો છે કોહલી

વિરાટ ટીમ ઇન્ડિયાનો અડધો જ કેપ્ટન, મહેન્દ્ર સિંહ ધોની વિના પાંગળો છે કોહલી

World Cup 2019

ભારતીય ક્રિકેટ ટીમ વર્લ્ડ કપ 2019ની તૈયારીઓમાં વ્યસ્ત છે ત્રે ભારત-ઓસ્ટ્રેલિયા વન ડે સીરીઝ વચ્ચે કેટલાંક પૂર્વ દિગ્ગજોએ વિરાટની કેપ્ટન્સી અંગે ચર્ચાઓ શરૂ કરી દીધી છે. તેવામાં પૂર્વ કેપ્ટન બિશન સિંહ બેદીએ મહેન્દ્ર સિંહ ધોનીને સિમિત ઓવરોમાં ટીમ ઇન્ડિયાનો ‘અડધો કેપ્ટન’ ગણાવ્યો છે અને કહ્યુ કે, તેની ગેરહાજરીમાં વિરાટ કોહલી ઓસ્ટ્રેલિયા સામેની ચોથી વનડેમાં અસહજ નજરે આવી રહ્યો હતો.

ધોનીને છેલ્લી 2 વનડે માટે આરામ આપવામાં આવ્યો છે. સીરિઝ હવે 2-2થી બરાબર છે અને બુધવારે દિલ્હીમાં ફિરોઝશાહ  કોટલા મેદાનમાં છેલ્લી અને નિર્ણાયક મેચ રમાશે.  તેમણે કહ્યુ કે, ”ધોની હવે યુવાન થવા નથી જઇ રહ્યો અને તે પહેલા જેવો સ્ફૂર્તિલો પણ નથી તેમ છતાં ટીમને તેની જરૂર છે. તેની ગેરહાજરીમાં ટીમ શાંત ભાવથી રમે છે કેપ્ટનને પણ તેની જરૂર અનુભવાય છે અને તેના વિરાટ અસહજ દેખાય છે જે સારા સંકેત ના કહેવાય.”

બેદીએ કહ્યુ કે, ”હું કોમેન્ટ કરનાર કોણ છું પણ  અમે બધા દંગ હતા કે, ધોનીને આરામ કેમ આપવામાં આવ્યો અને રવિવારે મોહાલીમાં સ્ટમ્પની પાછળ, બેટિંગમાં અને ફિલ્ડિંગમાં તેની ગેરહાજરી દેખાઇ. તે એક રીતે અડધો કેપ્ટન છે.”

72 વર્ષીય બેદીએ આ સાથે જ કહ્યુ કે, ટીમ ઇન્ડિયાને વર્લ્ડ કપમાં પહેલા વનડે ટીમમાં પ્રયોગ ના કરવો જોઇએ. હું ઇચ્છુ છું કે તે વર્તમાનમાં જીવે. વર્લ્ડકપમાં હજુ પણ અઢી મહિનાનો સમય બાકી છે માત્ર પોતાની રમત રમો. વર્લ્ડ કપ માટે છેલ્લા દોઢ વર્ષછી પ્રયોગ કરી રહ્યા છે અને તેનાથી હું જરાય ખુશ નથી.”

બેદીએ કહ્યું કે, ”23 માર્ચથી શરૂ થઈ રહેલી આઈપીએલ આગામી વર્લ્ડ કપ પહેલા ટીમ માટે ગંભીર સમસ્યા પેદા કરી શકે છે. આમાંથી કોઇપણ આઇપીએલ દરમિયાન ઇજાગ્રસ્ત થઇ શકે છે. તમે એવી આશા ના રાખી શકો કે, સંબંધિત ફ્રેન્ચાઇઝી તરફથી રમતી વખતે તમારું 100 % પ્રદર્શન ન આપો.”

જણાવી દઇએ કે ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને ઓસ્ટ્રેલિયા સામેની સીરીઝમાં બાકી બચેલી બે વન ડે મેચ માટે આરામ આપવામાં આવ્યો છે. સહાયક કોચ સંજય બાંગડે ત્રીજી વન ડેમાં ભારતની 32 રને થયેલી હાર બાદ પત્રકારોને જણાવ્યું હતું કે ટીમમાં અંતિમ બે મેચ માટે કેટલાંક બદલાવ કરવામાં આવ્યાં છે.

Read Also

Related posts

ભારતથી મળેલી હારથી બોખલાયા પાક ફેન્સ, પોતાના જ ખેલાડીઓને જાણો શું કહ્યું

Path Shah

WI VS BAN WC-2019: બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, વર્લ્ડકપમાં પ્રથમ વખત વેસ્ટ ઈન્ડિઝને હરાવ્યું

Path Shah

નવી બાઇક લેતા પહેલા હેલ્મેટ ખરીદવું ફરજીયાત, આ રાજ્યએ બહાર પાડ્યો નવો નિયમ

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!