GSTV
Home » News » ડોક્ટરે ઓનલાઇન પુરૂષ મિત્ર સાથે બંધ રૂમમાં કર્યું મુખમૈથુન, પછી થઈ એવી હાલત કે…..

ડોક્ટરે ઓનલાઇન પુરૂષ મિત્ર સાથે બંધ રૂમમાં કર્યું મુખમૈથુન, પછી થઈ એવી હાલત કે…..

સુરતના એક ડૉકટરે ઓનલાઇન પુરૂષ મિત્ર સાથે મિત્રતા કર્યા બાદ બંધ રૂમમાં મરજીથી મુખમૈથુન કર્યું હતું. પણ તેનો વિડીયો બનાવી લેવાયો હતો અને તેના આધારે બ્લેઇકમેઇલ કરીને રૂા.૫ લાખની માંગણી કરાઇ હતી. અને ત્યારબાદ પતાવટે પેટે રૂા.૬૦ હજાર લેવા આવેલા ટોળકીના સાગરીતને ઝડપી લેવાયો હતો.

પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ સુરત શહેરના એક ડૉકટર બાયસેકસુયલ હોઇ તેમણે ઓનલાઇન ગ્રીનડગ નામના સોફટવેરમાં પુરૂષો સાથે મિત્રતા કરવા માટે મેસેજીસ કરતા રાજુ નામના એક વ્યકિતએ તેમની સાથે મિત્રતા કરવા વળતો મેસેજ કરી મળવા માટે સિટીના સિંગણપોર વિસ્તારમાં બોલાવ્યા હતા. જયાં રાજુએ ડૉકટરને ચા- નાસ્તા માટે તેની રૂમ પર આવવાનો આગ્રહ કરતા ડૉકટર ત્યાં ગયા હતા. ત્યારબાદ રૂમમાં ડૉકટરે તેમની મરજીથી મુખમૈથુન કર્યુ હતુ. પણ આ પળોનું કિરીટ નામક વ્યક્તિ મોબાઇલમાં વિડીયો શુટીંગ કરી લીધું હતું.

ત્યારબાદ આ વિડીયો ડોકટરની પત્ની, માતા-પિતાને મોકલી આપવાની ધમકી આપી રૂા.૫ લાખની માંગણી કરી હતી. ડૉકટરે પૈસા આપવાની ના પાડતા કિરીટે તેમને લાફો મારી દીધો હતો. તેમજ અન્ય ચાર વ્યક્તિઓએ પણ માર માર્યો હતો. જેથી ડરી ગયેલા ડૉકટરે આખરે રૂા.૬૦,૦૦૦ આપવા તૈયારી દર્શાવી હતી. જેથી ટોળકીએ તેમને પૈસા રાતે આઠ વાગ્યા સુધી આપી જવા કહયું હતું.

જોકે,ડૉકટર અહીથી સીધા ચોકબજાર પોલીસ મથકે પહોંચી ગયા હતા અને સમગ્ર ઘટના પોલીસને જણાવી હતી. જેથી ચોકબજાર પોલીસે છટકું ગોઠવીને ડૉકટર પાસે પૈસા વસુલવા આવેલા કિરીટસિંહ હરીસિંહ મૌરી (ઉ.વ.૨૭. રહે.ત્રિવેણી સોસાયટી, તરણકુંડની સામે, વેડરોડ, સુરત)ને રંગેહાથ ઝડપી લીધો હતો. આજે તેને કોર્ટમાં રજૂ કરી એક દિવસના રિમાન્ડ મેળવી ગેંગના અન્ય સાગરીતોની વિગતો કઢાવાશે.

Read Also

Related posts

મર્દાની-2 અને દ બોડી વચ્ચે ચાલી રહ્યો છે સંઘર્ષ, જુઓ બંને ફિલ્મનું પહેલા દિવસનું બોક્સઓફિસ કલેક્શન

Dharika Jansari

ટીમ ઇન્ડિયામાંથી વર્ષો પહેલાં બહાર ફેંકાઇ ગયેલો આ ક્રિકેટર બન્યો IPL 2020નો સૌથી મોંઘો ખેલાડી

Bansari

‘સેક્સી ડ્રેસ પહેરીને આવજે’ એક મુલાકાત માટે આ એક્ટ્રેસ સામે મુકાઇ આવી ગંદી શરત

Bansari
Do NOT follow this link or you will be banned from the site!