સુરતના “ગે” ડોક્ટરને બંધ રૂમમાં મરજીથી મુખમૈથુન કરવું પડ્યું ભારે, થયો આ કાંડ

સુરતના એક ડૉકટરે ઓનલાઇન પુરૂષ મિત્ર સાથે મિત્રતા કર્યા બાદ બંધ રૂમમાં મરજીથી મુખમૈથુન કર્યું હતું પણ તેનો વિડીયો બનાવી લેવાયો હતો અને તેના આધારે બ્લેઇકમેઇલ કરીને રૂા.૫ લાખની માંગણી કરાઇ હતી. અને ત્યારબાદ પતાવટે  પેટે રૂા. ૬૦ હજાર લેવા આવેલા ટોળકીના સાગરીતને ઝડપી લેવાયો હતો. 

વીડિયો ઉતારી લઇને 5 લાખ રૂપિયા માગ્યા

પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ સુરત શહેરના એક ડૉકટર બાયસેકસયૂઅલ હોઇ તેમણે ઓનલાઇન ગ્રીનડગ નામના સોફટવેરમાં પુરૂષો સાથે મિત્રતા કરવા માટે મેસેજીસ કરતા રાજુ નામના એક વ્યકિતએ તેમની સાથે મિત્રતા કરવા વળતો મેસેજ કરી મળવા માટે સિટીના સિંગણપોર વિસ્તારમાં બોલાવ્યા હતા. જયાં રાજુએ ડૉકટરને ચા- નાસ્તા માટે તેની રૂમ પર આવવાનો આગ્રહ કરતા ડૉકટર ત્યાં ગયા હતા. ત્યારબાદ રૂમમાં ડૉકટરે તેમની મરજીથી મુખમૈથુન કર્યુ હતુ. પણ આ પળોનું કિરીટ નામના વ્યક્તિ મોબાઇલમાં વિડીયો શુટીંગ કરી લીધું હતું. 

ડોક્ટરે 60 હજારમાં પતાવટ કરી પોલીસ સ્ટેશને પહોંચ્યા

ત્યારબાદ આ વિડીયો ડોકટરની પત્ની, માતા-પિતાને મોકલી આપવાની ધમકી આપી રૂા.૫ લાખની માંગણી કરી હતી. ડૉકટરે પૈસા આપવાની ના પાડતા કિરીટે તેમને લાફો મારી દીધો હતો. તેમજ અન્ય ચાર વ્યક્તિઓએ પણ માર માર્યો હતો. જેથી ડરી ગયેલા ડૉકટરે આખરે રૂ.૬૦,૦૦૦ આપવા તૈયારી દર્શાવી હતી. જેથી ટોળકીએ તેમને પૈસા રાતે આઠ વાગ્યા સુધી આપી જવા કહયું હતું. જોકે,ડૉકટર અહીથી સીધા ચોક બજાર પોલીસ મથકે પહોંચી ગયા હતા અને સમગ્ર ઘટના પોલીસને જણાવી હતી. જેથી ચોકબજાર પોલીસે છટકું ગોઠવીને ડૉકટર પાસે પૈસા વસુલવા આવેલા કિરીટસિંહ હરીસિંહ મૌરી (ઉ.વ.૨૭. રહે.ત્રિવેણી સોસાયટી, તરણકુંડની સામે, વેડરોડ, સુરત)ને રંગેહાથ ઝડપી લીધો હતો. આજે તેને કોર્ટમાં રજૂ કરી એક દિવસના રિમાન્ડ મેળવી ગેંગના અન્ય સાગરીતોની વિગતો કઢાવાશે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter