જ્યારે લોકો ઘરેણા ખરીદે છે ત્યારે સોનાને લઇને વધુ ઉત્સાહ નજરે આવે છે. મોટાભાગના લોકો સોનાની ખરીદીમાં રસ દાખવે છે. પરંતુ આ દરમિયાન તેઓ છેતરપિંડીનો પણ ભોગ બને છે. 1 જાન્યુઆરીથી સોનાની ખરીદીના નવા નિયમો લાગુ થશે. લાંબા સમયની રાહ જોયા બાદ કન્ઝ્યુમર અફેર્સ મંત્રાલયે સોના-ચાંદીના ઘરેણાંનાં અનિવાર્ય હોલ માર્કિંગને લીલીઝંડી આપી દીધી છે. આ હોલમાર્કિગ 1 જાન્યુઆરીથી લાગુ થશે. મંત્રાલય આ સપ્તાહે આ બાબતે નોટિફિકેશન જાહેર કરી શકે છે.

ખાસ કરીને તહેવારની સીઝનમાં જ્વેલર્સ છેતરપિંડી કરતાં હોય છે. જો કે હવે કેન્દ્રની મોદ સરકારે એક એવી પહેલ કરી છે જે બાદ ખરા સોનીની ખરીદી સરળ બની જશે.

હકીકતમાં કેન્દ્રની કોમર્સ મિનિસ્ટ્રીએ સોનાના ઘરેણા માટે BIS હૉલમાર્કિંગને ફરજિયાત બનાવવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. તેનો અર્થ એ છે કે હવે સોનાના દરેક આભૂષણ પર BIS હૉલમાર્ક જરૂરી હશે. તેવામાં તમે જ્યારે પણ આભૂષણની ખરીદી કરો તો BIS હૉલમાર્ક નજરે આવશે.

જણાવી દઇએ કે ગોલ્ડ હૉલમાર્ક શુદ્ધતાનું પ્રમાણ છે અને વર્તમાનમાં તે સ્વૈચ્છિક આધાર પર લાગુ કરવામાં આવ્યો છે. જો કે નવો નિયમ લાગુ થવામાં હજુ 2થી 3 મહિનાનો સમય લાગશે. તેને વિશ્વ વેપાર સંગઠનને સૂચિત કર્યા બાદથી જ લાગૂ કરવામાં આવી શકે છે.

જણાવી દઇએ કે ગ્રાહકોના મામલાના મંત્રાલય અંતર્ગત ભારતીય માપદંડ બ્યૂરો (BIS) હોલમાર્ક માટે પ્રશાસનિક પ્રાધિકાર છે. તેને ત્રણ ગ્રેડ-14 કેરેટ, 18 કેરેટ અને 22 કેરેટ સોના માટે હૉલમાર્ક માટે માપદંડ નક્કી કર્યા છે.

હાલના સમયમાં દેશભરમાં લગભગ 800 હૉલમાર્કિંગ કેન્દ્ર છે અને ફક્ત 40 ટકા ઘરેણાઓની હૉલમાર્કિંગ કરવામાં આવે છે. સાથે જ ભારત સોનાનો સૌથી મોટો આયાત કરનાર દેશ છે જે દર વર્ષે આશરે 700-800 ટન સોનાની આયાત કરે છે.

પરિણામે સરકારનો આ નિર્ણય લાગુ થયા બાદ સામાન્ય લોકોને ખરીદી દરમિયાન છેતરપિંડીથી બચાવી શકાશે.
Read Also
- GSTની આવકમાં આકાશ-પાતાળ એક કરવાની વાતો વચ્ચે, અધિકારીઓની આ ભૂલના કારણે 139 કરોડ રૂપિયા ગુમાવ્યા
- શેર બજારના સેન્સેક્સની માફક સડસડાટ… ડુંગળીના જથ્થાબંધ ભાવ ચાર જ દિવસમાં કિલોએ આટલા રૂપિયા ઘટયા!
- સિટિઝન બિલે રાજ્યસભાની વૈતરણી પણ પાર કરી
- 2002ના રમખાણોમાં મોદીને ક્લીનચિટ
- LICમાં અટવાઇ પડશે તમારા રૂપિયા, જો જલ્દી નહી કરો આ કામ