GSTV
Home » News » Birthday Special : 14 વર્ષની ઉંમરમાં બની હતી દુષ્કર્મનો ભોગ, આ એક્ટરના કારણે રહી કુંવારી

Birthday Special : 14 વર્ષની ઉંમરમાં બની હતી દુષ્કર્મનો ભોગ, આ એક્ટરના કારણે રહી કુંવારી

બોલીવુડની સૌથી સંજીદા હિરોઈન તબ્બુ આજે પોતાનો 47 મો જન્મદિવસ સેલિબ્રિટ કરી રહી છે. તબ્બુ ત્રણ દાયકાથી ફિલ્મ જગતમાં સક્રિય છે. હાલમાં જ તબ્બુની ફિલ્મ ‘અંધાધુન’ રીલિઝ થઈ. આ ફિલ્મ અત્યાર સુધીમાં 94 કરોડથી વધુનું કલેક્શન કરી ચુકી છે. હંમેશની જેમ આ ફિલ્મમાં પણ તબ્બુના અભિનયના ખૂબ વખાણ થયા. 2 વખત રાષ્ટ્રીય પુરસ્કાર જીતી ચુકેલી તબ્બુની સુંદરતા જોઈને કોઈ પણ ન કહે કે તે આયુના આ પદ પર છે.

4 નવેમ્બર, 1971ના રોજ હૈદરાબાદમાં જન્મેલી તબ્બુનું રિયલ નામ તબસ્સુમ ફાતિમા હાશમી છે. 14 વર્ષની ઉંમરમાં જ દેવ આનંદની ફિલ્મ ‘હમ નૌજવાન’ થી પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરનાર તબ્બુ એ લગ્ન નથી કર્યા.

તબ્બુએ 1985માં આવેલી ‘હમ નૌજવાન’ ફિલ્મમાં રેપની શિકાર બાળકીનું પાત્ર ભજવ્યું હતું. બોલિવુડના દિગ્ગજ એક્ટર દેવ આનંદ તેને આ ફિલ્મ દુનિયામાં લઈ આવ્યા હતા.

બોલિવુડમાં તબ્બુના નામથી ફેમસ થઈ ચૂકેલી આ એક્ટ્રેસનું સૌથી પહેલા નામ સાજિદ નડિયાદવાલા સાથે જોડાયું હતું. પરંતુ આ સંબંધ વધુ સમય ચાલ્યો ન હતો. સાજિદ બાદ તબ્બુનું નામ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝના દિગ્ગજ એક્ટર સાથે જોડવામાં આવ્યું હતું. તે નાગાર્જુનની નજીક આવી ગઈ હતી. બંને લાંબા સમય સુધી સાથે જોવા મળ્યા. પરંતુ નાગાર્જુન પહેલેથી જ પરિણીત હોવાથી આ સંબંધ આગળ વધ્યો ન હતો.

થોડા સમય પહેલા જ એક ઇન્ટરવ્યુમાં તબ્બુએ પોતાના સિંગલ હોવાની મોટી વાત કહી છે. તેણે કહ્યું કે જો આજે હું સિંગલ છું તો તે માત્ર અજય દેવગનના કારણે. તબ્બુનો આ ખુલાસો ખૂબ જ શોકિંગ છે. તબ્બુએ જણાવ્યું હતું કે, ‘મારો કઝીન સમીર આર્ય અને અજય દેવગન પડોસી હતા’. આ બંને જ મારા પર દેખરેખ રાખતા હતા અને ફોલો કરતા હતા. જો કોઈ છોકરો મારા આજુબાજુ પણ દેખાતો હોય તો તે બન્ને મળીને તેને મારતા હતા. આજ કારણથી આજ સુધી હું સિંગલ છું અને તેનું કારણ ફક્ત અજય છે.’

તબ્બુએ આગળ કહ્યું, ‘હું તેને કહેતી હતી કે તે મારા માટે લગ્ન લાયક એક છોકરો શોધી આપે. પરંતુ તેણે ન શોધી આપ્યો. મને આશા છે કે હવે તેને આ વાતનું દુઃખ જરૂર હશે. ‘મારું અને અજયનું રિલેશન સ્ટ્રોંગ છે કારણ કે અમે બંનેએ ઘણી ફિલ્મોમાં એક સાથે કામ કર્યું છે. અજય ઘણો પ્રોટેક્ટીવ છે. જ્યારે તે આસ-પાસ હોય છે ત્યારે કોઈ પણ માણસ તાણ મુક્ત થાઈ જાય છે. અમારો સંબંધ ઘણો અલગ છે.’

Read Also 

Related posts

રસ્તા પર ચાલતી વખતે મોબાઈલનો ઉપયોગ કરવા પર લાગશે રોક, જાણો વિગતો…

Path Shah

અમદાવાદથી 13 ફલાઇટો મોડી પડતા મુસાફરો અટવાયા

Path Shah

કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ પરિણામ પર આપી પ્રતિક્રિયા, જાણો કહ્યું શું

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!