GSTV

Birthday Special: રેકોર્ડના બાદશાહ રહ્યા છે સુનીલ ગાવસ્કર, કેટલીક સિદ્ધિઓ પર એક નજર

સુનીલ ગાવસ્કર

Last Updated on July 10, 2020 by Arohi

ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ સુકાની સુનીલ ગાવસ્કરનો આજે 71મો જન્મદિવસ છે. ભારતીય ક્રિકેટમાં ગાવસ્કરના યોગદાનને કોઈ ભૂલાવી શકે તેમ નથી. 1949ની દસમી જુલાઈએ તેમનો જન્મ મુંબઈમાં થયો હતો. સુનીલ ગાવસ્કરે ટેસ્ટક્રિકેટમાં એવા ઘણા બેંચમાર્ક સેટ કર્યા છે જેને આજના ખેલાડીઓ ફોલો કરે છે. તેઓ વેસ્ટ ઇન્ડિઝ સામે સૌથી સફળ રહ્યા હતા.

સુનીલ ગાવસ્કરને કેટલીક સિદ્ધિઓ પર એક નજર

1917માં ગાવસ્કરે તેમની ટેસ્ટ કરિયરનો પ્રારંભ કર્યો હતો. વેસ્ટ ઇન્ડિઝ સામેની આ સિરીઝમાં તેમણે ચાર જ ટેસ્ટમાં 774 રન ખડકી દીધા હતા. જેમાં ચાર સદીનો સમાવેશ થતો હતો. પોતાની પ્રથમ જ ટેસ્ટ સિરીઝમાં 774 રનનો આ વર્લ્ડ રેકોર્ડ આજેય તૂટ્યો નથી.

સુનીલ ગાવસ્કરના નામે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ સદીનો વર્લ્ડ રેકોર્ડ હતો. તેમણે ડોન બ્રેડમેનની 29 સદીનો રેકોર્ડ તોડ્યો હતો અને કુલ 34 સદી ફટકારી હતી જે પાછળથી 2005માં સચિન તેંડુલકરે તોડ્યો હતો.

સુનીલ ગાવસ્કર એવા પ્રથમ બેટ્સમેન હતા જેમણે ટેસ્ટ ક્રિકેટમાં દસ હજાર રન ફટકાર્યા હોય. 1987મા અમદાવાદમાં પાકિસ્તાન સામેની ટેસ્ટ મેચ દરમિયાન તેમણે આ સિદ્ધિ હાંસલ કરી હતી. ઓસ્ટ્રેલિયાના એલન બોર્ડરે આ રેકોર્ડ તોડ્યો હતો પરંતુ હવે એ રેકોર્ડ સચિન તેંડુલકરના નામે છે.

સુનીલ ગાવસ્કર

વેસ્ટ ઇન્ડિઝ સામે સૌથી વધુ રન

ગાવસ્કરે વેસ્ટ ઇન્ડિઝ સામે સૌથી વધુ રન બનાવ્યા છે. તેમણે 27 મેચમાં 65.45ની એવરેજથી 2749 રન બનાવ્યા હતા જેમાં 13 સદી અને સાત અડધી સદીનો સમાવેશ થતો હતો.

સુનીલ ગાવસ્કર એક મેચના બંને દાવમાં સદી ફટકારવાની સિદ્ધિ એક વાર નહીં પરંતુ ત્રણ ત્રણ વાર હાંસલ કરી ચૂક્યા છે. આમ કરનારા તેઓ વિશ્વના એકમાત્ર બેટ્સમેન છે.

Read Also

Related posts

માટી કૌભાંડ / સૌરાષ્ટ્ર યુનિ.ના રજીસ્ટ્રાર જતીન સોનીનું રાજીનામું, NSUIએ ફોજદારી દાખલ કરવા માંગ કરી હતી

Dhruv Brahmbhatt

કામની વાત/ પરિવારમાં એક LPG કનેક્શન હોય તો પણ મળી જશે નવુ કનેક્શન, આ વિશેષ સુવિધામાં સબસિડીનો લાભ પણ મળશે

Bansari

હિટ એન્ડ રન: જામકંડોરણા પાસે બાઈક સવાર પરિવારને ટક્કર મારી કાર ચાલક ફરાર, ત્રણના મોત: પોલીસ તપાસ શરૂ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!